સાંથણીની જમીનમાં કબ્જે નિયમબધ્ધ કરવા બાબત
હુકમ નં:- વિવિ/જમન/બટદ/૧૨/૨૦૧૫,તા.૧૮/૦૮/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- ગઢડા તાલુકાનાં મોજે. રતન૫૨ ગામનાં સ.નં. ૭૫ પૈકીની જમીન એ. 3-00 ગુંઠા
કેસની ટૂંડી વિગત :-
અ૨જદા૨શ્રી ધીરૂભાઈ ધરમશીભાઈનાં ગુ. પિતાશ્રી ધરમશીભાઈ ચદુભાઈને મદદનીશ સમાહર્તા, પાલીતાણાનાં તા.-/૫/૧૯૬૮નાં હુકમ થી સદ૨ જમીન નવી અને અવિભાજય શરતથી સાંથણીમાં ફાળવવામાં આવેલ, તેનાં બદલે તેઓ ધ્વારા મોજે. રતનપરનાં સળં, ૭૬ની જમીન એ.૪-૩૨ ગુંઠાનો સને-૧૯૬૮થી બિનધિકૃત કબજો કરી દબાણ કરવામાં આવેલ. સદર બિનઅધિકૃત દબાણ અનુસંધાને મામલતદારશ્રી, ગઢડા ધ્વા૨ા લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ તળે પેશદમી કેસ નં. ૯/૭૬ દાખલ કરવામાં આવેલ. જે અન્વયે તા.૦૧/૦૬/૧૯૭૭નાં રોજનાં હુકમથી સવાલવાળી જમીનમાં દબાણ ખુલ્લુ કરાવવા અને દબાણ બાબતે દંડની ૨કમ ભરપાઇ કરવા હુકમ પાર કરવામાં આવેલ. સ.નં. ૭૫ પૈકીની એ. 3-00 ગુંઠા નવી, અવિભાજય અને વિક્રીયાદીત નિયંત્રીત શ૨તની જમીન પરત્વે શરતભંગ કરવામાં આવેલ હોવાનું કલેક્ટરશ્રીએ વાદગ્રસ્ત હુકમથી સાબિત માનેલ અરજદારનાં કબજામાં ન હોવા છતાં સ.નં. ૭૫ પૈકીની જમીનમાં કોઇ જગ્યાએ જમીન ખુલ્લી અને પડતર આવેલ ન હોવાથી કોઈ અન્ય ઇસમો ધ્વારા દબાણ કરેલ હોવાનું પ્રામિક દ્રષ્ટિએ સાબીત માનીને કલેક્ટરશ્રીએ વાદગ્રસ્ત હુકમથી ઉકત સ.નં. ૭૫ની જમીનમાં ડી.ઇ.લે.રે.શ્રી મારફત માપણી કરાવી મામલતદારશ્રી, ગઢડાને દબાણ દૂ૨ ક૨વા કાર્યવાહી કરવા તથા આ કામનાં અરજદારશ્રી ધીરૂભાઈ ધરમશીભાઈ શેખલીયા મોજે. તન૫૨ તા. ગઢડાની સ.નં. ૭૬ પૈકી ૧ ની જમીન એ. ૪-30 ગુંઠા હૈ. ૧-૯૨-૨૨ ચો.મી દબાણ નિયમબધ્ધ કરવાની માંગણી નામંજૂ૨ ક૨વા હુકમ કરી ઉકત જમીનમાંથી દબાણ દૂર કરાવવા તથા દબાણ બાબતે દંડની રકમ વસૂલ મેળવવા મામલતદારશ્રી, ગઢડાને અમલવારી કરવા હુકમ કરેલ. કલેક્ટરશ્રીનાં વાદગ્રસ્ત હુકમથી નારાજ થઈ આ કામનાં અરજદાર તરફથી અત્રેની કચેરીએ તા. ૧૩/૧૨/૨૦૧૫ના રોજ રીવીઝન અરજી રજુ કરેલ હતી. ઝવેરભાઈ સવજીભાઈ, પટેલ નાનજીભાઈ કલ્યાણભાઈ તથા દેસાઈ પોપટલાલ મગનલાલે આ કામનાં અરજદારશ્રી પટેલ વલ્લભભાઇ જેઠાભાઇને વેચાણ કરેલ, નાયબ કલેકટરશ્રી, બોટાદ તરફથી ઉકત વેચાણ બાબતે હકક નોંધ નં. ૧૯૨૭ ન્યુમોટો રીવીઝનમાં લઈ ૨૬ ક૨વા દરખારત કરેલ હતી જે અનુસંધાને કલેકટરશ્રીએ તેમનાં હુકમ નં. આર.ઓ/રીવીઝન/યુમોટો/કેન્સ નં. ૧/૨૦૧૬ તા.૨૮/૧૧/૨૦૧૬ થી વાદગ્ર૨ત જમીનમાં સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ કરવામાં આવેલ હોય, સ૨કા૨ દાખલ ક૨વા હુકમ કરી મામલતદારશ્રી, બોટાદને નિયત સમય મર્યાદામાં વાદગ્રસ્ત જમીનનો કબજો સંભાળવા હુકમ કરેલ તથા વહીવટકર્તા કલ્યાણ બેચર, મગન વેલશી તથા ઝવેર સવજીને ખેડૂત તરીકેનું સ્ટેટ્સ મળતું ન હોય વહીવટર્તાની રૂએ કોઈ કિતગત જમીનની ખરીદી કરી હોય તો પણ તે જમીનમાં નિયમોનુસા૨ની કાર્યવાહી ક૨વા મામલતદા૨શ્રી, બોટાદને જણાવેલ કલેક્ટ૨શ્રી, બોટાદનાં તા. ૨૮/૧૧/૨૦૧૬નાં વાદગ્રસ્ત હુકમથી નારાજ થઇને આ કામમાં અરજદારોએ અત્રે સમક્ષ રીવીજન અરજી દાખલ કરેલ .
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
અરજદારશ્રી ધીરૂભાઇ ધ૨મશીભાઇ નાએ મોજે.રતનપુ૨ તા.ગઢડાના સર્વે નં.૭૬ પૈકી ૧ ની જમીન એ.૪-૩૨ ગુંઠાનું દબાણ નિયમબધ્ધ કરી આપવા માંગણી કરેલ છે.અ૨જદા૨ના પિતાથી ઘરમશીભાઈ ચકુભાઇને મદદનીશ સમાહર્તાશ્રી પાલીતાણાના તા. /૦૫/૧૯૬૮ના હુકમ નં,જમીન/સાંથણી/ગઢડા/૪/૬૮ થી મોજે.૨તનપુર તા.ગઢડાના સર્વે નં.૭૫ પૈકીની જમીન એ.૦૩-૦) ગુંઠા નવી અને અવિભાજય શરતથી સાંથણીમાં ફાળવવામાં આવેલ છે.
મજકુર અ૨જદા૨ના પિતાશ્રીનું સને ૨૦૦૨ માં અવસાન થયેલ હોવાથી હાલમાં સવાલવાળી જમીન ઉપર મજકુર અરજદારનો કબજો આવેલ છે અને હાલમાં ૨ાદરહું જમીનમાં વાવેતર કરી ઉપજ નિપજ મેળવવામાં આવે છે.
સદર હું સર્વે નં.૭૬ ની જમીન ખાડા ટેકરા અને ઘા૨વાળી હતી.જે જમીન સમથળ કરવા અને ફળદ્રુપ બનાવવા માટે અરજદારના કુટુંબે ખુબ જ મહેનત પરિશ્રમ કરેલ છે અને સદરહું જમીનમાં રહેણાંક માટે મકાન તથા પિયત માટે કુવો બનાવી મોટી રકમનો ખર્ચ કરેલ છે.મજકુર અ૨જદા૨ તથા તેમના ભાઇના કુટુંબના મળી કુલ ૨૧ સભ્યો છે. ખેતીની જમીન તથા મજુરી સિવાય અન્ય કોઇ આવકનું સાધન કે ધંઘો-વ્યવસાય અ૨જદા૨ પાસે નથી.ખેતીનો ઘંઘો એકમાત્ર આજીવીકાનું સાઘન છે.અરજદાર દેવીપુજક એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના છે.રાવાલવાળી જમીન કોઇ સાર્વનિક હેતુ માટે અનામત રાખવામાં આવેલ નથી. અ૨જદા૨ના પિતાને સાંથણીમાં ફાળવવામાં આવેલ સર્વે નં.૭૫ પૈડીની જમીન એ.03-00 ગુંઠા હાલમાં ગા.ન.નં.૭/૧૨, ૮/અ મુજબ સ.નં.૭૫ પૈકી ૫૪.૦-૨૧-૪૦ ચો.મી થી ધીરૂભાઇ ધરમશીભાઇ શેખલીયા વિગેરે – ૩ ના નામો નોધાયેલ છે પરંતુ સદરહું જમીન હાલમાં અરજદારના કબજા ભોગવટામાં આવેલ નથી.સવાલવાળી જમીન ઉ૫૨ દબાણ નિર્યામત કરવા અંગે શિક્ષાત્મક અઢી ગણી ૨કમ ભ૨પાઇ ક૨વા અ૨જદા૨ તરફથી ચંર્થાત આપવામાં આવેલ છે. સવાલવાળી જમીન ઉપરનું દબાણ મજકુર અ૨જદા૨ ત૨ફથી ઈરાદાપુર્વક કરવામાં આવેલ હોવાનું જણાતું નથી મજકુ૨ અ૨જદા૨ના પિતાશ્રીને સાંથણીમાં ફાળવવામાં આવેલ સર્વે નં.૭૫ પૈકીની જમીન એ.03-00 ગુંઠાનો કબજો કરવાના બદલે બાજુના સરકારી પડતર ૨ાર્વે નં.૭૬ ની જમીન ઉપર સને.૧૯૬૮ થી અરજદારના પિતાશ્રી ધ્વારા કબજો કરવામાં આવેલ હતો.ત્યારબાદ સદરહું દબાણ દુર કરાવવા માટે દબાણ કેસની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.ત્યારબાદ પણ સવાલવાળી જમીન ઉ૫૨નો કબજો મજકુર અ૨જદા૨ના પિતા અને તેઓના અવસાન બાદ તેમના વારસદારો અર્થાત હાલના અરજદાર દવારા ચાલુ રાખવામાં આવેલ છે.
મજકુ૨ અ૨જદા૨ના પિતાને સાંથણીમાં ફાળવવામાં આવેલ જમીન હાલ અ૨જદા૨ના કબજામાં આવેલ નથી.ઘણા લાંબા સમયથી મજકુ૨ અ૨જદા૨ના પિતા અને ત્યારબાદ ખુદ અ૨જદા૨ દ્વ્રારા સવાલવાળી જમીનનું દબાણ નિયમબધ્ધ કરી આપવા માંગણી અરજીઓ કરવામાં આવેલ છે.પરંતુ આદિન સુધી સદરહું અરજીઓનો કોઇ ઉકેલ આવી શકેલ નથી તેમજ સવાલવાળી જમીન ઉપરનું દબાણ નિયમબધ્ધ થઇ શકેલ નથી.સવાલવાળી જમીન ગામતળથી આશરે ૧ (એક) કિ.મી દુર આવેલ છે.બિનખેતી ઉપયોગિતા ધરાવતી જમીન નથી.
ઉપરોક્ત સમગ્ર વિગતે મજકુ૨ દેવીપુજક અર્થાત સાòજક અને શૈક્ષણક રીતે પછાત વર્ગના સભ્ય છે.વાલવાળી જમીનમાં કુવો બનાવી મોટી રકમનો ખર્ચ કરી તેને ફળદ્રુપ બનાવેલ છે તેમજ અરજદારની કુટુંબની આજીવીકાનું એકમાત્ર સાઘન ખેતી આઘારીત છે, અ૨જદા૨ની માંગણી મુજબ સવાલવાળી જમીન ઉપરનું દબાણ નિયમબધ્ધ કરી આપવા મામલતદારશ્રી-ગઢડા તરફથી હકારાત્મક ભિપ્રાય રજુ થયેલ છે.મામલતદારશ્રી -ગઢડા ત૨ફથી રજુ થયેલ અભિપ્રાય અહેવાલ તથા સાનિક કાગળોની ચકાસણી કરતાં મજકુર અ૨જદા૨ના પિતાશ્રીને સ.નં. ૭૫ પૈકીની જમીન એ.03-0 ગુંઠા મદદનીશ સમાહર્તાશ્રી પાલીતાણાંના તા. /૦૫/૧૯૬૮ ના હુકમ of.જમીન/સાંથણી/ ગઢડા/૪/૬૮ થી જાત ખેતીના હેતુ માટે નવી વિભાજય અને વિક્રિયાદીત નિયંત્રિત શરતી સાંથણીમાં ફાળવવામાં આવેલ છે.મામલતદારશ્રી-ગઢડા તરફથી જાહેર થયા મુજબ સવાલવાળી સાં ૭૫ પૈકીની જમીન એ.3-00 ગુંઠાનો કબજો સને-૧૯૬૮ થી આર્વાદન સુઘી મુળ સાંથણીદાર તેમજ તેઓના વા૨દા૨ોનો આવેલ નથી જેથી સદરહું જમીનની હાલની સ્થળ શ્થિત પરત્વે તપાસ તજવીજ કરાવતાં મામલતદારશ્રી ગઢડા તરફથી તા.૫/૩/૨૦૧૫ ના પત્રથી જાહેર થયા મુજબ રા.નં.૭૫ ની જમીનમાં હદ નિશાન ૨૫ષ્ટ નથી તથા સદરહું જમીનમાં આ પુર્વે -સાંથણી થયેલ ઇસમોનો કબજો છે તથા સદરહું જમીનમાં હાલ કોઇ સરકારી પડતર નથી જેથી સદરહું જમીનમાં દબાણ હોવાનું જણાય છે પરંતુ દબાણ કોના દવારા થયેલ છે તે સ્પષ્ટ થતું નથી.સદરહું સર્વે નંબરમાં તમામ સ્થળ હાલ ખેતીની જમીન આવેલ છે.આ જ ગામના અન્ય ખાતેદારોને સાંથણી વિગેરે પ્રકારે પ્રાપ્ત થયેલ છે.
આમ, ઉપરોકત વિગતો જોતાં સ્પષ્ટ થાય છે કે, અ૨જદા૨ મે ૧૯૬૮ માં નવી અને અવિભાજયની શરતે જમીન આપવામાં આવેલ હતી. તે સમયે સર્વે નંબ૨ પુરતી ચકાસણી કર્યા વગર અને જમીન પર ખુંટ લગાવ્યા સિવાય આ જમીન આપવામાં આવેલ હોવાનું ૨૫ષ્ટ જણાઇ આવે છે.આ પ્રકારના કિસ્સામાં મહેન્સુલ વિભાગના પરીપત્ર ક્રમાંક જમન-૩૯૭૧-૨ તા.૩૧/૭/૧૯૭૧ માં સ્પષ્ટ જણાવેલ છે કે, "પડતર જમીનની સાંથણીનો ત્યારે જ નિકાલ થયો ગણાય કે જયારે જમીન સંથાય તેનો ચોખ્ખો કબજો અને સનદ વિગેરે આપવામાં આવે અને આ વિધિ ચોકકસ રામયસર કરી લેવી જોઇએ." તદ્દઉપરાંત મહેન્સુલ વિભાગના પરીપત્ર ક્રમાંક જમીન 3972-૩૮૪૮-અ તા.૩૦/૧૦/૭૨ માં પડતર જમીનની સાંથણી અંગે ૨૫ષ્ટ સુચના આપવામાં આવી છે કે,સરકારશ્રીના મહેડ્યુલ વિભાગના તા.૩૧/૭/૭૧ ના પરીપત્ર નં જમન-૩૯૭૧-૨ થી "જમીનની સાંથણી થયા બાદ વધુમાં વધુ એક માસમાં જમીનનો કબજો સ્થળ ઉપર સોંપવા તથા સનદ વિગેરે આપવા સ્પષ્ટ સુચના આપવામાં આવે છે,તેમ છતાં તેનું યથાર્થ પાલન કરવામાં આવતું નથી પરિણામે જમીનની સાંથણીનો હેતુ જે પછાતવર્ગના ઇસમોને સામાજિક ન્યાય આપવાનો છે તે સિધ્ધ થતો નથી." ત્યારબાદ મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક જમન/૩૯૭૪-૧૨૧-૭૬૭-અ તા.૨૨/૧૧/૧૯૭૪ થી પણ સુચના આપવામાં આવેલી છે કે, "આમ છતાં પણ કેટલાક કિસ્સામાં એવું જોવા મળેલ છે. કે, લેન્ડ કચેરીમાં જમીનની સાંથણી કર્યા બાદ જમીનના કબજા રોપવામાં આવતાં નથી.સ૨કા૨ી જમીનની સાંથણી એટલે ફકત કાગળો ઉ૫૨નો હુકમ જ ન ગણાવો જોઇએ પરંતુ સાંથણી તો ત્યારે જ પુરી ગણાય જયારે તેના ખરેખર કબજા,સનદ વિગેરે આવ્યા હોય તે જમીન ઉપર કોઇપણ જાતના ભય કે અન્ય પ્રકારનાં પરીબળોની હેરાનગત સિવાય મુકત રીતે ખેતી કરી શકે." મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક નં.જમન-૩૯૮૪-૧૯૧૫-અ તા.૨૭/૩/૮૪ માં પણ ઠરાવેલ છે કે," હરીજનો, આદિવાસીઓ અને અન્ય નબળા વર્ગના ઈસમોને સરકારી ખરાબાની ઉપલબ્ધ ખેતી લાયક જમીન ફાઇનલ લીસ્ટે ચઢાવી લેન્ડ કચેરી મારફત અગ્રતાક્રમ અનુસાર સાંથણીમાં આપવામાં આવે છે પરંતુ આવી જમીનોની માપણી કે હ્રદ નિશાન મુકયા સિવાય સાંથવામાં આવતી હોવાથી લાભાર્થીઓએ જાતે માપણી કરાવી લેવાની શરતે સાંથણીના હુકમો ક૨વામાં આવે છે.આવી જમીન સાંથણીમાં મેળવનારા ઇસમો ૫છાત વર્ગના કે નબળા વર્ગના જમીન વિહોણા હોવાથી જમીનની માપણી તેમજ હ્રદ નિશાનના અભાવે ચોકકસ જમીનના કબજો સુપ્રત કરવામાં આવતો નથી કે સનદ આપવામાં આવતી નથી અને ગામ નમુના નં.૭/૧૨ અને ૮/અ માં પણ નોંઘ લેવાતી નથી.પરણામે હદ નિશાન ન હોવાને કારણે જમીનના કબજા બાબતમાં તકરારો અને દબાણો પણ સંભવે છે.જેને કા૨ણે જમીન વિહોણાઓને જમીન મળવા છતાં તેનો પુરેપુરો લાભ મેળવી શક્તા નથી." તદ્દઉપરાંત સરકારી પડતર જમીનની સાંથણી બાદ જમીનની માપણી કરવા રેક્ડઝ સ્ટાફને જરૂરી સુચના આપી એક માસમાં જમીનની માપણી પુરી કરાવી જમીનના હદનિશાન સાથે સ્થળે ચોખ્ખો કબજો સુપ્રત કરી સનદ આપવા જરૂરી કાર્યવાહી પુરી કરવી આ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આથી સર્વે પ્રાંત અધિકારીઓને જણાવવામાં આવે છે.જમીન સાંથણી હુકમોની નકલ ડી.આઇ.એલ.આર.ને મોકલી માપણી હદનિશાનની કાર્યવાહી સમયસ૨ પુરી કરી ચોખ્ખો કબજો સુપ્રત થાય તે અંગે પ્રાંત અધિકારીશ્રીએ તકેદારી રાખવી.પ્રસ્તતુ કેસમાં આ કાર્યવાહી થઇ હોય તેવું જણાતું નથી અને તેથી આ પ્રશ્ન લાંબો ચાલેલ છે અને વાર્તાવક રીતે અરજદારનો કબજો હોવા છતાં અ૨જદા૨ના વિરુધ્ધ દબાણની કાર્યવાહી ચલાવવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે.જે યોગ્ય નથી.તેનાથી પછાત વર્ગના ઇસમોને સામાજિક ન્યાય આપવાનો છે તે સિધ્ધ થતો નથી.
પ્રસ્તુત કિરસ્સામાં અરજદારને સાંથણીથી જમીન મળ્યા બાદ કોઇ કબજાહેર થયો નથી અને સતત ૧૬૮ થી આર્નાદન સુધી એટલે કે અંદાજે ૪૯ વર્ષ સુધીનો કબજો એક જ કુંટુંબનો રહેલો છે. આમ છતાં અરજદારે પોતે બિનધકૃત દબાણ અઢી ગણી કિંમત વસુલ કરી જમીન નિયમબધ્ધ કરી આપવા અરજી કરી હોય અને નાયબ ક્લેકટરશ્રીએ તેઓના તા.૧૧/૫/૨૦૧૫ ના પત્રથી પ્રસ્તુત જમીન નિયમબધ્ધ કરી આપવા ભલામણ કરેલ હોય તેને સત્વરે વીકારીને આ જમીન નિયમબધ્ધ કરવાની રહે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો : –
(૧) મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક જમન-૩૯૭૧-અ તા.૩૧/૭/૧૯૭૧ માં ૨સ્પષ્ટ જણાવેલ છે કે, " પડતર જમીનની સાંથણીનો ત્યારે જ નિકાલ થયો ગણાય કે જયારે જમીન થાય તેનો ચોખ્ખો કબજો અને ાનદ વિગેરે આપવામાં આવે અને આ વિધિ ચોકકસ સમયસર કરી લેવી જોઇએ, "
(૨) મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક જમન/૩૯૭૪-૧૨૧-૭૬૭ ૨ તા.૨૨/૧૧/૧૯૬૪ થી પણ સુચના આપવામાં આવેલી છે કે, " આમ છતાં પણ કેટલાક કિસ્સામાં એવું જોવા મળેલ છે કે, લેન્ડ કચેરીમાં જમીનની સાંથણી કર્યા બાદ જમીનના કબજા સોંપવામાં આવતાં નથી.સ૨કા૨ી જમીનની સાંથણી એટલે ફકત કાગળો ઉપરનો હુકમ જ ન ગણાવો જોઇએ પરંતુ સાંથણી તો ત્યારે જ પુરી ગણાય જયા૨ે તેના ખરેખર કબજા, સાદ વિગેરે આવ્યા હોય તે જમીન ઉપર કોઇપણ જાતના ભય કે અન્ય પ્રકારનાં પરીબળોની હેરાનગૃત સિવાય મુકત રીતે ખેતી કરી શકે. “
(૩) મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : જમન-૩૯૮૪-૧૯૧૫-અ તા.૨૭/૩/૮૪ માં પણ ઠરાવેલ છે કે, " હરીજનો, આદિવાસીઓ અને અન્ય નબળા વર્ગના ઇસમોને સરકારી ખરાબાની ઉપલબ્ધ ખેતી લાયક જમીન ફાઇનલ લીફ્ટે ચઢાવી લેન્ડ કચેરી મારફત અગ્રતાક્રમ અનુસાર સાંથણીમાં આપવામાં આવે છે.પરંતુ આવી જમીનોની માપણી કે હ્રદ નિશાન મુક્યા સિવાય સાંથવામાં આવતી હોવાથી લાભાર્થીઓએ જાતે માપણી કરાવી લેવાની શરતે સાંથણીના હુકમો કરવામાં આવે છે. આવી જમીન સાંથણીમાં મેળવનારા ઈ૨ામો પછાત વર્ગના કે નબળા વર્ગના જમીન વિહોણા હોવાથી જમીનની માપણી તેમજ હ નિશાનના અભાવે ચોકકા જમીનના કબજો-સુપ્રત કરવામાં આવતો નથી કે સનદ આપવામાં આવતી નથી અને ગામ નમુના નં.૭/૧૨ અને ૮/અ માં પણ નોંધ લેવાતી નથી.પરિણામે હ્રદ નિશાન ન હોવાને કારણે જમીનના કબજા બાબતમાં તક૨ા૨ો અને દબાણો પણ સંભવે છે.જેને કારણે જમીન વિહોણાઓને જમીન મળવા છતાં તેનો પુરેપુરો લાભ મેળવી શકતા નથી."
No comments:
Post a Comment