વેચાણ દસ્તાવેજથી બીન ખેડૂતને તબદીલી બાબત
હુકમ નં. :- વિવિ/હડપ/અમલ/૧૬/૨૦૧૫ તા.૩૦/૮/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.ઢાંગલા તા.લીલીયા જી.અમરેલીના સર્વે નં.૩૧/૨ પૈકીનીજમીન
કેસની ટુંકી વિગત :-
હક્કપત્રક ટીમ દ્વારા લીલીયા તાલુકાના ઢાંગલા ગામના રેવન્યુ રેકર્ડની ચકા૨ણી કરવામાં આવેલ. જેમાં ઢાંગલા ગામની મુલાકાત લેતા હક્કપત્રક સુધારણા કામગીરી દરમ્યાન શ્રી વશ૨ામભાઈ સામંતભાઇ હુંબલ તથા જગદીશભાઇ સામંતભાઈ હુંબલએ રજીસ્ટર દસ્તાવેજથી અલગ-અલગ જમીન ખરીદ કરતાં નોંધ નં.૭૬૩ અને ૭૬૪ મંજુ૨ થયેલ છે. જે નોંધનાં કાગળો તપાસણી સમયે હસ્તગત ન હોઇ તલાટી કમ મંત્રીશ્રી ત૨ફથી રજુ થયેલ ન હતા. જેથી જમીન ખરીદનાર ખેડુત ખાતેદાર હોવા અંગેની જરૂરી ખરાઇ થઇ શકેલ નથી. પરંતુ આનુસાંગિક ગામ રેકર્ડથી ખ૨ાઇ ક૨તાં જમીન ખરીદનાર ખરીદીની તારીખે ખેડુત ખાતેદાર ન હોઇ બિનખેડૂત ને વેચાણ થયાનું જણાય છે. આમ નોંધ નં.૭૬૩ તથા ૭૬૪ થયેલ વેચાણ વ્યવહાર કાયદેસ૨ ન હોઈ જમીન મહેસુલ નિયમોનાં નિયમ ૧૦૮(૬) તળે નોંધો રીવીઝનમાં લેવા મામલતદારશ્રી (હક્કપત્રક), અમરેલીએ તા-૨૭/૧૦/૦૬ ના પત્ર નં.હકપ/વશી/૫૩૬૦ ૨૦૬ થી ૨ખાસ્ત રજુ કરેલી.કલેક્ટરશ્રીએ તેમની રીવીઝન અ૨જી નામંજુર કરવા હુકમ કરેલો. જે હુકમ સામે અરજદારે અને રામક્ષ તા.૧૫/૦૩/૧૫ના રોજ રીવીજન અરજી તથા વિલંબ માફ માટે અ૨જી કરેલ છે. દાખલ અરજી સબબ તા.૧૪/૯/૧૫ના રોજ દાખલ અરજી મંજુ૨ ક૨વા હુકમ કરેલો.વધુમાં આ કેસની આખરી સુનાવણી રાખી અત્રેના તા.૩૦/૮/૧૭ના હુકમથી અ૨જદા૨ની રીવીઝા અરજી અંશત:મંજુ૨ ક૨ી કલેકટ૨શ્રીનો હુકમ ૨દ કરી કે રિમાન્ડ કરવા હુકમ કરેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
અરજદારની રીવીઝન અરજી તથા ૨જુ થયેલ આધાર પુરાવા તથા કલેક્ટરશ્રી અમરેલીનો વાઙ્ગત હુકમ ધ્યાને લેવામાં આવ્યા.સામાવાળા ખરીદનારાઓ સવાલવાળી ખેતીની જમીન ખરીદી સમયે વડીલોપાર્જીત ખેડુત ખાતેદાર હોવાનાં આધારો રજુ કરવામાં નિષ્ફળ ગયેલ છે. તેમજ નોંધોને રીવીઝનમાં લેવા માટે કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી તેમજ જે વ્યવહાર પ્રથમથી જ ગેરકાયદેસરના હોય અને પ્રથમથી જ રદ થવા પાત્ર હોય તેવા વ્યવહા૨ને રીવીઝનમાં લેવા માટે કોઇ બાધ નથી તેમ દર્શાવીને નોંધો રદ કરેલ છે. પરંતુ કલેક્ટરશ્રીના હુકમ અને ૨જુ કરેલ આધાર-પુરાવા ધ્યાને લેતાં જણાય છે કે, અ૨જદા૨ના માતા-પિતા ખેડૂત છે, જેથી નામદાર હાઇકોર્ટના જજમેન્ટ મુજબ ખેડૂતપુત્ર ખેડૂત ગણાય સ૨કા૨શ્રી મહેન્સુલ વિભાગના પત્ર ક્રમાંક:ગણત/૧૦/૭૧૧/૪ તા.૫/૫/૨૦૦૯માં જણાવ્યા મુજબ તેમજ નામદાર અદાલતના ચૂકાદાની વિગતો ધ્યાને લેતા માત્ર વિલંબના કારણે અ૨જદા૨ની માંગણી નામંજુર ન કરતા કેસના ગુણદોષ પણ ધ્યાને લેવા સરકારશ્રીના પરિપત્રો,નામદાર હાઇકોર્ટના જજમેન્ટોમાં અભિપ્રાય વ્યકત થયો છે. તેમજ ગણોતધા૨ની કલમ-૨ મુજબ તથા નામદાર હાઇકોર્ટના જજમેન્ટો મુજબ ખેડુતની પુત્રી તે ખેડૂત ગણાય.
અરજદારની રીવીઝન અ૨જી અંશતઃમંજુ૨ ક૨ી કલેક્ટરશ્રી અમરેલીનો તા.૧૩/૧૨/૨૦૧૩ નો હુકમ ૨દ કરી હુકમમાં ચર્ચા કર્યાનુસાર અ૨જદા૨ને સાંભળી, રેર્ડાકીય આધાર-પુરાવા તપાસી નવેસરથી નિર્ણય ક૨વા કેન્સ કલેકટરશ્રી અમરેલીને રીમાન્ડ કરવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) ગુજરાતને લાગુ ગણોત વહીવટ અને ખેતીની જમીન અંગેનો-૧૯૪૮નો અધિનિયમની કલમ-૨(૬).
(૨) સ૨કા૨શ્રીના મહેસુલ વિભાગ ગાંધીનગ૨ના પત્રક્રમાંક:-ગણત/૧૫/૭૧૧/૪૪ તા.૦૫/૦૫/૨૦૦૯
No comments:
Post a Comment