વેચાણ થયેલ જમીનમાં વા૨સાઇ નોંઘ
હુકમ નંબર :- નં.વિવિ/હકપ/સત/૧૦/૨૦૧૭ તા.૧૮/૧૧/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. અડાજણ તા. સુરતસીટી જી. સુરતના સર્વે નં. ૧૫૩/૧, ૬૫૪, ૬૫૬/૨, ૬૫૭/૧, ૬૫૭/૩, ૬૫૭/૪, ૬૯૨/૨, ૬૯૨/૬ વિગેરે વાળી જમીન સબંધે
કેસની ટૂંકી વિગત :-
સદર જમીન બાઈ વાલીબેન તે ગોવનભાઈ વાલાભાઈની વિધવાના નામે ચાલી આવેલ તેમનું તા.૫/૦૭/૧૯૫૬ ના રોજ અવસાન થતાં મ ્મની વારસાઈ ગામતરે ફેરફાર નોંધ નં. ૧૬૪૧ તા.૨૩/૦૯/૧૯૫૬ થી પાડી મમના સીધીલીટી વારસદાર તરીકે દિતાભાઈ ગોવિંદભાઇનું નામ દાખલ કરવામાં આવેલ. તેઓનુ અવસાન થતાં જમીનમાં મર્હુમની વારસાઈ ગામ‚તરે ફેરફાર નોંધ નં. ૪૩૫૯ તા.૩૦/૦૨/૧૯૭૮થી પાડી વારસદારો પૈકી રમણલાલ દીતાભાઈ તથા કંચનલાલ દીતાભાઈના નામો દાખલ કરવામાં આવેલ અને સર્વે તા. ૬૨/૨ વાળી જમીન કે જે નાનીબેન તે મોરારભાઇ સોમાભાઇની છોકરી તે દીતાભાઈ ગોવનભાઈની ધણીયાણીનાં નામે ચાલી આવેલ તેમનુ તા.૦૫/૦૭/૧૯૭૨ના અવસાન થતાં મર્હુમની વારસાઈ ગામ‚તરે વારસાઇ નોંધ નં. ૪૦૬) તા.૩૦/૦૨/૭૮થી પાડી મર્હુમનાં વારસદારો પૈકી ૨મણલાલ દીતાભાઈ તથા કંચાલાલ દીતાભાઈના નામો દાખલ કરવામાં આવેલ છે, પરંતુ સામાવાળા નં. ૧ થી ૪ એ મર્હુમ દીતાભાઈ ગોવનભાઇનું પેઢીનામુ રજુ કરેલ છે. જેમાં દર્શાવેલ વિગતે તેઓને બે પત્નિઓ હતી. આ કામના સામાવાળા નં. ૧ થી ૪ નાએ અદલા- બદલીનો યાને કે ટ્રાન્સફરનો ૨૬, દસ્તાવેજ નં. ૧૨૪૩ તા.૦૫/૦૫/૧૯૬૭થી કરવામાં આવેલ છે, આ કામના અરજદારોએ વાગ્રસ્ત ઉક્ત જણાવેલ જમીનો સહિતની અન્ય ધારણ કરેલી જમીનોની શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અર્ધનયમ – ૧૯૭૬ની કલમ – ૬(૧) હેઠળ જાહેરાત પત્રક ભરી જાહેરાત કરેલ હતી જે અંગે સક્ષમ અધિકારી અને નાયબ કલેકટ૨શ્રી(યુ.એલ.સી) સુતએ કામચલાવી તેમનાં તા.૨૪/૦૨/૧૯૯૨ થી હુકમ કરી મર્હુમ દીતાભાઇ ગોવિંદભાઇની ત્રણ પુત્રી વારસોને તા.૧૭/૦૨/૧૯૭૬ના રોજ પુખ્તવયની હોવાથી તેઓને મળવાપાત્ર યુનીટની જમીન આપેલ છે. જે સહિતની કેન્સની ગુણવત્તાની બાબતો નાયબ કલેકટરશ્રી સીટીપ્રાંત સુરતએ ચકાસણી કર્યા વગર હુકમ કરેલ છે. જેથી આ કામના સામાવાળા નં ૧ થી ૪ નાએ કલેકટ૨શ્રી સુ૨ત સમક્ષ કરેલ રીવીઝન અરજી અશંત: મંજુ૨ ક૨ી નાયબ કલેક્ટરશ્રી સીટી પ્રાંત સુરતનો તા.૨૦/૦૫/૧૬નો હુકમ રદ ક૨ી તેઓની અપીલ દાખલ કરી તમામ પક્ષકારોને સાંભળી પુરાવા મેળવી કેન્સના ગુણદોષ ચકાસી નવેસરથી નિર્ણય કરવા નાયબ કલેક્ટરશ્રી, સીટી પ્રાંત, સુરતને તા. ૦૬/૦૨/૨૦૧૭થી વાદગ્ર૨ત હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઈ આ કામના અરજદારોએ અત્રે રીવીઝન અરજી તથા મનાઇ અરજી ૨જુ કરેલ છે. અત્રેની કચેરીના તા.૧૮/૧૧/૨૦૧૭ ના હુકમથી અ૨જદા૨ની રીવીઝન અ૨જી મંજુર કરી કલેક્ટરશ્રી સુ૨તનાં તા.૬/૦૨/૨૦૧૭ ૨દ કરી અને નાયબ કલેકટ૨થી સીટીપ્રાંત, સુરતના તા.૨૦/૫/૨૦૧૬ નો હુકમ પુન:ર્થાપત કરવામાં આવેલ છે.
એસ.એસ.આર.ડી.ના તારણો અને હુકમ :-
સામાવાળા નં.૧ થી ૪ એ નોંઘ નં ૪૦૫૯ તથા ૪00 તા.30/0૨/૭૮ નોઘો ચેલેન્જ કરેલ છે અને આ જમીનમાં સામાવાળા નં.૪ થી ૯ નો હકક,હિત હિસો ચાલી આવેલ છે.આ હકક,હિત,હિસ્સા માટે ૩૮ વર્ષના વિલંબ બાદ અપીલ અરજી ૨જુ કરેલ છે.સામાવાળા નં.૧ તથા સામાવાળા નં.૨ નું તા.૨૦/૧૦/૦૭ તથા તા.૧/૧૦/૦૯ થી અવસાન થયેલ છે.તેમના અવસાન પહેલાં સામાવાળાના મર્હુમ માતાશ્રીએ તેમનો હકક,હીત માટે દાવો કરેલ નથી.તેમના મરણબાદ વારસો ા૨ા દાદ માંગી છે.આમ હક્ક હીત સ્થાપિત કરવા માટેની દાદ દિવાની પ્રકા૨ની છે.આ નોંધો જે તે સમયે ચેલેન્જ કરી નથી,જામયમર્યાદનો બાધ નડે છે.સામાવાળા પોતાના હકક,હિત,સ્થાપિત ક૨વા દિવાની કોર્ટમાંથી દાદ માંગવી જોઇએ.વિલંબ બાબતે નામદાર કોર્ટનો ચુકાદે ધ્યાને લેતાં અ૨જદા૨ની અપીલ સમયમર્યાદા બહારની હોઇ વિલંબ બાબતે લીમીટેશન એક્ટ ૧૯૬૩ ની કલમ ૫(૧) નો બાદ આવતો હોઇ વિલંબ માન્ય રાખવાની રજુઆત ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી.વળી,નામદાર સુપ્રિમ કોર્ટમાં અન્ય એક જજમે ટ નારણભાઇ નાથુભાઇ પટેલ વિરુધ્ધ રાજય સ૨કા૨ અને બીજાઓ,૨૦૧૩ (૨) જી.એલએચ પ૧ - ૨૦૧૩ લો ફ્રુટ (ગુજ.) ૪૪૯ ની વિગતે ચાર વર્ષના વિલંબને માન્ય રાખેલ નથી.
આ કામના સામાવાળા નં.૧ થી ૪ નાઓએ હકક,હિત,હિસ્સા માટે ૩ વર્ષના વિલંબ બાદ વિવાદ ઉર્પારેશત કરેલ છે.જેમાં સમયમર્યાદાનો બાહ્ય છે તેમજ લીમીટેશન એકટની ોગવાઇ (૫) નો બાધ નડે છે તથા વાણૢત જમીન ત્રાહિત પક્ષકારોને ૨૦૨ર્ડ દસ્તાવેજથી વેચાણ થઇ ગયેલ છે.જેઓનું નામ હાલમાં ગામ નમુના ૧.૭ માં ચાલે છે.આમ થર્ડપાર્ટી ના રાઇટ પણ ક્રિએટ થઇ ગયેલ છે. તદ્દઉપરાંત મુળ જમીનની ઇક્વીટી પણ બદલાઇ છે. જો સામાવાળા પોતાના " હકક હિત " તેમજ " ટાઇટલ " સ્થાપિત કરવા માટે આગ્રહી હોય તો તેઓ દિવાની રાહે દાદ મેળવી શકે છે. આમ અ૨જદા૨ની રીવીઝન અરજી મંજુ૨ ક૨વા પાત્ર છે.
અરજદાર ની રીવીઝા અરજી મંજુર કરી કલેક્ટરશ્રી સુરતનો તા.૬/૦૨/૨૦૧૭ નો હુકમ ૨દ ક૨વામાં આવેલ અને નાયબ કલેક્ટરશ્રી સીટી પ્રાંત, સુરતના તા.૨૦/૫/૨૦૧૬ હુક્મ નો પુન:સ્થાપિત ક૨વા હુકમ ક૨વામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) લીમીટેશા એકટ ૧૯૬૩ ની કલમ ૫ (૧) નો બાઘ.
(૨) નામદાર સુપ્રિમ કોર્ટમાં અન્ય એક જજમેન્ટ નારણભાઈ નાથુભાઈ પટેલ વિરુધ્ધ ૨ાજય સ૨કા૨ અને બીજાઓ, ૨૦૧૩ (૨) જી.એલએચ પ૧ ૨૦૧૩ લો ફ્રુટ (ગુજ.) ૪૪૯ ની વિગતે ચાર વર્ષના વિલંબને માન્ય રાખેલ નથી.
No comments:
Post a Comment