સાંથણીની જમીન પડતર રહેતા સરકાર દાખલ
હુકમ નંબર:-મવિવિ/જમન/અમલ/૦૮/૧૪ તા.૧૦/૦૮/૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે: નાના રાજકોટ તા.લાઠી જી.અમરેલીના સર્વે નં.૧૮૪ની એકર 6-04 ગુંઠા.જમીન
કેસની ટુંકી વિગત :-
મોજે-નાના રાજકોટ, તા.લાઠી જી.અમરેલીના સ.નં.૧૪૮ ની એ.૬-૦૪ ગુંઠા જમીન પ્રાંત અધિકારીશ્રીના હુકમ નં.એસઆર/૮૦–૮૨ તા.૧૮/૧/૧૯૬૬ થી શ્રી જીવીબેન મેઘાભાઈને સાંથણીમાં ફાળવતા તેઆધારેની હકકપત્રકની નોંધ નં.૫૩૦ તા.૨૦/૧/૬ થી દાખલ થઈ તા.૪/૭/૧૯૬૬ ના રોજ મંજુર થયેલ છે. આ જમીનનો સાંથણીદારે કબજો સંભાળેલ ન હોવાની અને તે વર્ષોથી મુંબઈ મુકામે રહે છે જમીન ૧૯૬૬ થી ૨૦૧૦ સુધી પડતર ૨ાખી, શરતભંગની કાર્યવાહી કરવાના બદલે પાણીપત્રકમાં ચેકચાક કરી, વારસાઇની નોંધ મંજુર કરી, અન્ય સર્વે નંબરનો કબજો સોંપ્યા બાબતે પગલા લેવા શ્રી દિનેશભાઈ ડાયાભાઈ મારૂએ નાના રાજકોટે છલ્લા સ્વાગત કાર્યક્રમમાં તા.૨૩/૧૦/૨૦૧૨ થી ૨જુઆત ક૨તા મામલતદારશ્રી, લાઠીએ તેઓના તા.૩૦/૧૨/૧૨ ના પત્ર નં.જમન/ વશી/૬૯૦૪/૧૨ થી સદ૨હુ શરતભંગ બાબતે કાર્યવાહી કરવા પ્રકરણ નાયબ કલેક્ટરશ્રી, લાઠીને મોકલતા તેઓના શરતભંગ રીમાન્ડ કેન્સનં.૨/૧૩ તા.૩૦/૮/૧૩ ના હુકમથી સવાલવાળી જમીન સને ૧૯૭૬-૭૭ થી ૨૦૩-૦૪ સુધી કુલ ૨૮ વર્ષ સુધી પડતર રાખી શરતભંગ કરેલ હોવાનું સાબીત માની જમીન તમામ બોજાઓ રહિત સ૨કા૨શ્રી સદરે ૫૨ત દાખલ કરવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઇ અરજદારે કલેક્ટરશ્રી,અમરેલી સમક્ષ અપીલ અરજી દાખલ કરેલ છે. કલેકટરશ્રી, અમરેલીએ તેઓના હુકમ નં.જ.મ.કા.ક.૨૩/કેન્સનં.૬/૧૪ તા.૩૧/૩/૨૦૧૪ થી વિવાદીની વિવાદ અરજી નામંજુર કરેલ છે અને નાયબ કલેકટરશ્રી, લાઠીનો વાદગ્રસ્ત તા.૩૦/૮/૨૦૧૩ નો હુકમ કાયમ રાખવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઈ અરજદારે અત્રે સમક્ષ જમીન મહેઝ્યુલ કાયદાની કલમ ૨૧૧ હેઠળ તા.૫/૯/૨૦૧૪ ના રોજ ફેરતપાસણી અરજી દાખલ કરેલ છે. જે અત્રેના તા.૧૦/૦૮/૨૦૧૭ ના હુકમથી રીવીઝા અરજી નામંજુર કરી કલેકટરશ્રીનો હુકમ કાયમ રાખેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
અરજદારોની રીવીઝન અરજી તથા ૨જુ થયેલ આધાર પુરાવા કલેકટ૨શ્રી,અમરેલીનો વાદગ્રસ્ત હુકમની વિગતો ધ્યાને લેતાં મોજે-નાના રાજકોટ, તા.લાઠી જી.અમરેલીના સ.નં.૧૪૮ ની એ.૬-૦૪ ગુંઠા જમીન પ્રાંત અધિકારીશ્રીના હુકમ નં.એસઆર/૮૦-૮૨ તા.૧૮/૧/૧૯૬૬ થી શ્રી જીવીબેન મેઘાભાઇને સાંથણીમાં ફાળવતા તે આધારની હકકપત્રકની નોંધ નં.૫૪ તા.૨૦/૧/૯ થી દાખલ થઇ તા.૪/૭/૧૯૬૬ ના રોજ મંજુ૨ થયેલ છે.આ જમીનો સાંથણીદા૨ે પડતર રાખી, શરતભંગની કાર્યવાહી ક૨વાના બદલે પાણીપત્રકમાં ચેકચાક કરી, વારસાઇની નોંધ મંજુ૨ ક૨ી, અન્ય સર્વે નંબરનો કબજો સોંપ્યા બાબતે પગલા લેવા રજુઆત કરતા મામલતદારશ્રી, લાઠીએ તેઓના તા.૩૦/૧૨/૧૨ ના પત્ર નં.જમન/વશી/૪/૧૨ થી સદ૨હુ શ૨તભંગ બાબતે કાર્યવાહી કરવા પ્રકરણ નાયબ કલેક્ટરશ્રી, લાઠીને મોકલતા તેઓના શરતભંગ રીમાન્ડ કેશાં ૨/૧૩ તા.૩૦/૮/૧૩ ના હુકમથી સવાલવાળી જમીન અને ૧૯૭૬-૭૭ થી ૨૦૦૩-૦૪ સુધી કુલ ૨૮ વર્ષ સુધી પડતર ૨ાખી શરતભંગ કરેલ હોવાનુ સાબીત માની જમીન તમામ બોજાઓ રહિત સ૨કા૨શ્રી સદરે પરત દાખલ કરવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઇ અરજદારે કલેક્ટરશ્રી,અમરેલી સમક્ષ અપીલ અરજી દાખલ કરેલ છે. વાદવાળી જમીન અંગેની હકીક્ત ધ્યાને લેતા જમીન ફાળવણી હેતુ સબબ ઉપયોગ કરેલ છે તેના કોઇ સંતોષકારક આધાર પુરાવાઓ રજુ કરેલ નથી. અરજદાર નં.૧ આ સમયગાળા દરમ્યાન મુંબઈ ખાતે નોકરી કરતા હતા તે હકીકત ધ્યાને લેતા જમીનની ફાળવણી જે હેતુ માટે થયેલ હોવાનુ જણાતુ નથી. વળી વાદવાળી જમીનના સને ૧૯૮૦-૮૧ થી ૧૯૮૫-૮૬ના પાણીપત્રકમાં હે ૧- ૪૧-૪૮ ચો.મી.જમીનમાં તળાવ હોવાનો ઉલ્લેખ થયેલ છે તે હકીકત સ્પષ્ટ કરે છે કે જમીનનો વિવાદીએ કબજો પણ સંભાળેલ હોવાનુ જણાતુ નથી અને ફાળવણીના હેતુ રાબબનો ઉપયોગ પણ અરજદારોએ કરેલ નથી. સ૨કા૨શ્રીએ અ૨જદા૨ને જમીન જાતખેતી કરીને પોતાના કુટુંબના ભરણપોષણ કરવા અને ગરીબી રેખામાંથી બહાર આવવા અને જીવન ધોરણ ઉંચુ લાવવા જમીન આપેલ હતી. પરંતુ અરજદા૨એ જાતખેતી કરેલ નથી. જેથી સ૨કા૨શ્રીનો ઉમદા હેતુ સિધ્ધ થયેલ નથી. જેથી વાદવાળી જમીન રીગ્રાન્ટ કરવા અંગે ચિત જણાતુ ન હોઇ નાયબ કલેક્ટરશ્રી, લાઠીએ તેઓના તા.૩૦/૮/૧૩૧ા હુકમથી જમીન શરતભંગ બદલ બોજા રક્ષીત સરકાર દાખલ કરવા હુકમ કરેલ છે. તે યોગ્ય અને વાજબી જણાય છે. આ કામે અરજદારએ અત્રેને પણ વિલંબ અંગેના સચોટ કારણો તેમજ વાણુરત જમીનમાં વાવેતર કરેલ હોવા અંગેના આધાર-પુરાવા તરીકે બિયારણના બીલો કે મહેસુલી વેરા ભર્યા અંગેના આધાર પણ રજુ કરેલ નથી. આમ ક્લેક્ટરશ્રી, અમરેલીએ કેસનો અભ્યાસ કરીને રેવન્યુ/મહેસુલી રેકર્ડની ચકાસણી કરીને તારણો કાઢીને હુકમ કરેલ છે.જે મહેસુલી કાયદા- નિયમો-પરિપત્રોની જોગવાઈઓ ધ્યાને લેતા ન્યાયી અને વાજબી જણાય છે. જેથી કલેકટરશ્રી,અમરેલીનો વાદગ્રત હુકમ યોગ્ય હોઇ તેમાં હસ્તક્ષોપ કરવો ઉચત જણાતો નથી.
અરજદારશ્રીની રીવીઝન અ૨જી ગુણદોષ જોતા નામંજુ૨ ક૨ી કલેકટ૨શ્રી, અમરેલીનો તા.૩૧/૩/૨૦૧૪ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો :-
(૧) ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અર્ધ-૧૯૬૦ની કલમ-૩ની જોગવાઇઓ
No comments:
Post a Comment