રજીસ્ટર વેચાણ કરાર આધારે તથા વીલ તેમજ વારસાઈથી પડેલ નોંધ અંગે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

રજીસ્ટર વેચાણ કરાર આધારે તથા વીલ તેમજ વારસાઈથી પડેલ નોંધ અંગે

રજીસ્ટર વેચાણ કરાર આધારે તથા વીલ તેમજ વારસાઈથી પડેલ નોંધ અંગે 

હુકમ નંબર :- નં.મવિવિ/હકપ/અમદ/૦૮/૨૦૦૬ લીંક વીથ નં.વિવિ/હકપ/ અમદ/ ૪૯/૨૦૦૬ તા.૨૪/૩/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે.ગોતા, તા.દસકોઈ જી.અમદાવાદના સ.નં.૪૭ વાળી જમીન

કેસની ટૂંડી વિગત :-

આ કામના સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાજી રામાજી સવાછ ઠાકોરના લાભમાં આ કામના અરજદારના માતૃશ્રીએ તા.૨૫/૩/૧૯૬૩ ના રોજ ૨૭૨ટર્ડ વેચાણ કરાર આધારે ફેરફાર નોંધ નં.૧૪૬ તા.૩/૨/૭૮ ૫ડેલ. સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાશ્રીનું નામ દાખલ થયેલ અને તા.૨૨/૩/૭૮ ના રોજ પ્રમાણિત થયેલ ત્યા૨બાદ વાદગ્ર૨ત જમીન તેઓએ તા.૧૧/૫/૮૨ ના રોજ વીલના આધારે વીલની ફેરફાર નોંધ નં.૧૬૯૫ પડી તે નોંધ તા.૨૦/૧૦/૮૨ ના રોજ પ્રમાણિત થયેલ.ત્યારબાદ શ્રી અમૃતભાઈ છગનભાઈ ગુજરી જતાં વાદવાળી જમીનની વારસાઇ અંગેની ફેરફાર નોંધ નં.૨૧૮૨ તા.૧૨/૯/૯૪ ના રોજ પડી.તા.૨૦/૪/૯૫ ના રોજ પ્રમાણિત થયેલ. આ ત્રણેય નોંધો સામે અ૨જદા૨ તરફથી નાયબ કલેક્ટરથી અમદાવાદને બે અલગ અલગ વિવાદ અરજીઓ દાખલ કરતાં નાયબ કલેકટ૨શ્રી વિરમગામ તરફથી તેમના તા.૬/૭/૨૦૨ ના હુકમથી આ કામના અરજદારોની બંને વિવાદ અરજીઓ નામંજુર કરવા ઠરાવતાં તે હુકમથી નારાજ થઈ આ કામના અરજદારોએ કલેકટ૨શ્રી અમદાવાદને બે અલગ અલગ રીવીજન અરજીઓ કરતાં કલેક્ટરશ્રી અમદાવાદ તરફથી તેમના તા.૨/૨/૦૬ ના હુકમથી આ કામના અરજદારોની બંન્ને રીવીજન અરજીઓ નામંજુર કરવા હુકમ કરેલ.જેની સામે અત્રેની કચેરીએ આ કામના અ૨જદા૨ ત૨ફથી બે અલગ અલગ રીવીઝન અરજીઓ કરતાં અત્રેની કચેરીના તા.૨૪/૩/૨૦૧૭ ના હુકમથી બંને રીવીઝા અરજીઓ નામંજુર કરી કલેકટરશ્રીનો તા.૨/૨/૨૦૦૬ નો હુકમ કાયમ રાખવામાં આવેલ.

રજીસ્ટર વેચાણ કરાર આધારે તથા વીલ તેમજ વારસાઈથી પડેલ નોંધ અંગે

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

આ કામના સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાજી રામાજી રાવાજી ઠાકોરના લાભમાં આ કામના અરજદારના માતૃશ્રીએ તા.૨૫/૩/૧૯૬૩ ના રોજ રજીસ્ટર્ડ વેચાણ કરાર આધારે ફેરફાર નોંધ નં ૧૪૬) તા.૩/૨/૭૮ પડેલ. સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાશ્રીનું નામ દાખલ થયેલ અને તા.૨૨/૩/૭૮ ના રોજ પ્રમાણિત થયેલ ત્યા૨બાદ વાઘ્ય૨ત જમીન તેઓએ તા.૧૧/૫/૮૨ ના રોજ વીલના આધારે વીલની ફેરફાર નોંધ નં.૧૬૯૫ પડી તે નોંધ તા.૨૦/૧૦/૮૨ ના રોજ પ્રમાણિત થયેલ.ત્યારબાદ શ્રી અમૃતભાઈ છગનભાઈ ગુજરી જતાં વાદવાળી જમીનની વારસાઇ અંગેની ફેરફાર નોંધ નં.૨૧૮૨ તા.૧૨/૯/૯૪ ના રોજ પડી.તા.૨૦/૪/૯૫ ના રોજ પ્રમાણિત થયેલ વીલ અંગે ફેરફાર નોંધ નં.૧૯૫ તા.૧૧/૫/૮૨ ના રોજ પડી તા.૨૯/૧૦/૮૨ ના રોજ મંજુર થયેલ છે.તે સામે કોઈ વાંધો કે તકરાર ઉઠાવેલ નથી. આ કામના પ્રતિવાદી નં.૩/૧ થી ૩/૪ વિધ્ધ સીવીલ કોર્ટમાં દિ.મુ.નં.૬૬૩/૯ નો દાવો દાખલ કરેલ.જેમાં અ૨જદા૨ની અરજી નામંજુર કરેલ છે.

અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ છે તેમજ વીલથી જમીન ધારણ કરેલ બાબતે ખેડુત ખાતેદાર નહી હોવા કે ૮ કિ.મી ની મર્યાદામાં ધારણ કરતાં હોવાથી જરૂરી કાર્યવાહી કરવા મામલતદાર અને કૃષિપંચશ્રી ધાટલોડીયાને સુચના આપવામાં આવેલ. 

* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-

(૧) મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો અર્ધનયમ ૧૯૪૮

(૨) નામદાર ગુજરાત હાઇકોર્ટના શામજીભાઈ કેશવજીભાઈ કંસાગરા વિરુધ્ધ ગુજરાત સ૨કા૨ એલ.પી.એ. નં.૫૨૨/૨૦૧૦ એઆઈઆર ૨૦૧૧ ગુજરાત પાના નં.૫૫ તા.૭/૧૦/૨૦૧૦ ના ચુકાદાના પેરા ૨૪ તેમજ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયામાં ૨૫.લીવ પીટીશન (સી) નં.૧૩૯૧૭/૨૦૦૯ તા.૧૦/૧૧/૨૦૧૧ ના ચુકાદાના પેરા નં.૧,૩,૧૪. 

(૩) જાહેરનામા ક્રમાંક જીએચએમ/૨૦૧૫/એમ-૧૪૦/એટી/૧૧૫/સીએચ.૩(ગુજ૨ાત એક્ટ.૨૮/૨૦૧૫)

No comments: