કંપનીને બિનખેડૂત જાહે૨ ક૨વા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

કંપનીને બિનખેડૂત જાહે૨ ક૨વા બાબત

 કંપનીને બિનખેડૂત જાહે૨ ક૨વા બાબત

હુકમ નંબર :- હકપ/અમદ/૨૦૬/૨૦૧૪, તા:૦૩/૦૪/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે. ઈયાવા, તા. સાણંદ, જિ.અમદાવાદના સ.નં.૪૫૬ ની ૧-૯૧-૨૧ ચો.મી.વાળી જમીન

કેસની ટૂંડી વિગત :-

શ્રી અર્રાવંદભાઈ ભૂરાભાઈ ની માલિકીની મોજે. ઇયાવા, તા.સાણંદના સ.નં.૪૫૬ ની ૧-૯૧-૨૧ ચો.મી.વાળી જમીન તેઓએ તેઓના પુત્ર તથા પત્ની જુદા રહેતા હોવાથી પોતાના નામેથી કમી કરી પત્ની તથા પુત્રના નામે ક૨તા હકકપત્રકની નોંધ નં.૧૮૦૯, તા:૧૬/૫/૧૯૯૪ થી પડેલ. જે તા:૨૧/૬/૯૪ ના રોજ પ્રર્માણત થયેલ. જેમાં ઉત્તરોત્તર અપીલ થતાં નાયબ ક્લેક્ટરશ્રી, સાણંદ પ્રાંતએ અરજદારની રીવીઝન અરજી નામંજૂ૨ કરેલ હતી. તથા નોંધ નં.૧૮૯ પ્રર્માણત કરવા અંગે સર્કલ ઓફિસરથી સાણંદનો નિર્ણય કાયમ રાખેલ તેમજ વાન્રત જમીન અંગે વિવાદી કંપનીને થયેલ વેચાણ અંગે ગણોતધારાની કલમ-૮૪(સી) નીચે કાર્યવાહી કરવા મામલતદા૨ અને કૃષિપંચશ્રી, સાણંદને સૂચના આપેલ. જે અંગે અરજદારે ક્લેકટ૨શ્રી અમદાવાદ સમક્ષ રીવીઝન અરજી કરતાં કલેટીએ વિવાદીની અરજી નામંજૂર કરી નોંધ કાયમ રાખેલ તથા પ્રાંત અધિકારીશ્રી, સાણંદના હુકમમાં જણાવ્યા મુજબ મામલતદારશ્રી, કૃષિપંચે કલમ-૮૪(સી) હેઠળની કાર્યવાહી વ(છ) માસમાં પૂર્ણ કરી આખરી નિર્ણય ના આવે ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કરવામાં આવેલ. જે અંગે અત્રેથી તા.૩/૪/૨૦૧૭ ના હુકમથી કંપનીની રીવીઝન અરજી નામંજૂર કરી કલેકટ૨શ્રીનો હુકમ કાયમ રાખેલ.

કંપનીને બિનખેડૂત જાહે૨ ક૨વા બાબત

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ:-

મોજે. ઈયાવા, તા.સાણંદના સ.નં.૪૫૬ ની જમીન સબંધે અરજદાર કંપનીએ સને ૧૯૯૫માં જમીન વેચાણ રાખેલ હોવાની રજૂઆત કરેલ. સામાવાળાએ કૌટુંબિક વ્યવસ્થાના ભાગરૂપે વહેંચણી કરેલ છે. સામાવાળા કુટુંબના ૩ સભ્યો છે. સામાવાળાનં.૧ ના એ પુત્ર અને પત્નીની તરફેણમાં હક જતો કરેલ છે. રેકર્ડ ઓફ રાઇટ્સ અધતન રાખવા બાબતોના સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા:૧/૧૨/૨૦૦૩ ના સંકલિત ઠરાવ તથા રેવન્યુ એકાઉટ મેન્યુઅલમાં ક૨વામાં આવેલ જોગવાઈઓ મુજબ રેકર્ડમાં હયાતીમાં હકમીની નોંધ કરેલ છે. ૨૦૨૮૨ વેચાણ દસ્તાવેજ વેચાણ આપનાર ઇસમ તથા તેઓના વારસદારોને બંધનકર્તા રહે છે. વાદગ્રસ્ત ફેફાર નોંધથી દાખલ કરેલ વારાદારો અંગે અ૨જદા૨ોને કંઇ વાંધો કે તક૨ા૨ નથી. વાદગ્રસ્ત જમીનનું વેચાણ પૂર્વમંજૂરી વિના બિનખેડૂત કંપનીઓને થયેલ છે. જેથી ગણોતધારાની કલમ-૬૩ નો ભંગ થયેલ છે. જે અંગે અરજદાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં થયેલ અપીલ સામે નામદાર હાઈકોર્ટે સ૨કા૨ તરફી જજમેન્ટ આપી મહેસૂલ વિભાગના તા:૨૩/૧૧/૯૮ ના પરીપત્રથી ગણોત કાયદાની કલમ-૬૩ હેઠળ બિનખેડૂત વ્યક્તિને ખેતીની જમીન મેળવવાની જોગવાઈઓ નથી. તેમ જણાવી દરેક કોર્ટને પરીપત્રની સૂચના ધ્યાને લેવા જણાવેલ.


જે સંદર્ભે અત્રથી અરજદારની અરજી ગ્રાહ્ય રાખવાપાત્ર ન જણાતા કલેક્ટરશ્રીનો હુકમ કાયમ રાખેલ તેમજ મહેસૂલ વિભાગના તા:૨૩/૧૧/૧૯૯૮ ના પરીપત્રની જોગવાઈ તેમજ તા:૧૭/૨/૨૦૧૭ ના પરીપત્ર મુજબ ગણોતધારા અર્ધનયમ-૧૯૪૮ ની જોગવાઇઓ ધ્યાને લઈ મામલતદાર અને કૃષિપંચશ્રી ની કચેરી, સાણંદને કાર્યવાહી ક૨વા સૂચના આપવામાં આવી.

* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-

(૧) ગણોતધારા અર્ધનયમ ૧૯૪૮ ની કલમ-૨(૬) તથા ૧3 અને ૮૪(સી) (૨) સ૨કા૨શ્રી ના મહેસૂલ વિભાગના પરીપત્ર ક્રમાંક:ગણત/૧૦૯૬/૯૪૮/૪, તા:૨૩/૧૧/૧૯૯૮

(૩) સ૨કા૨શ્રી ના મહેસૂલ વિભાગના હુકમ ક્રમાંક:ગણત/૩૨૦૧૩/૧૫૩૬/ઝ, તા:૧૭/૦૨/૨૦૧૭ તથા સને-૨૦૧૫ તો સુધારેલ કાયદો ૨૮/૨૦૧૫

(૪) સ૨કા૨શ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ નં હકપ-૧૨૦૩-૨૭૨૭-જ, તા: ૧/૧૨/૨૦૩

(૫) નામદાર ગુજરાત હાઇકોર્ટના LPA No.932 of 2000 In SCA No.1491 of 199, Dt: 31/8/2010

No comments: