૨જીસ્ટર્ડ ફારગતી લેખથી વેચાણ અંગે
હુકમ નં. :- વિવિ/હકપ/જન૨/૨૮/૨૦૧૭ (હાઇકોર્ટ મેટર) તા.૦૭/૧૦/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. મસીતીયા તા.જિ.જામનગરના સર્વે નં.૩૮૬ વાળી જમીન
કેસની ટૂંકી વિગત :-
અરજદારશ્રી સુમરા ઈકબાલ પુજાભાઈના પિતા સુમરા પુંજાભાઈ મી૨ભાઈએ અભરામ બાવાની વિધવા હુરબાઇ રણમલ પારોથી એક૨ ૪-૦૪ ગુંઠા જમીન ૨૦. ફારગતી વેચાણ દ૨તાવેજ નં.૧૮૧૮ તા.૩૦/૧૧/૧૯૬૦ થી વેચાણ રાખેલ જેની હેરફાર નોંધ નં ૩૬૭ તા.૨૫/૦૯/૧૯૬૪ ના રોજ પડેલ, સદર નોંધ નામંજૂર થતાં તેની સામે પ્રાંત અધિકારીશ્રી જામનગર (ગ્રામ્ય) સમક્ષ અપીલનાં કામે ૪૯ વર્ષ જેટલા લાંબા સમયગાળાના વિલંબના કારણસર તેમનાં તા. ૩૦/૯/૧૩નાં હુકમથી અપીલ અરજી નામંજૂ૨ ક૨તાં તે હુકમ સામે કલેકટરશ્રી, જામનગર સમક્ષ અપીલ કરેલ હતી. કલેક્ટરશ્રીએ તેમનાં તા. ૧૪/૮/૧૫નાં હુકમથી અપીલ અરજી નામંજૂર કરી નાયબ ક્લેક્ટરશ્રીનો હુકમ કાયમ રાખતાં તેની સામે અત્રેની કચેરીમાં જમીન મહેસૂલ નિયમોનાં નિયમ-૧૦૮(૬)(અ) અન્વયે થયેલ રિવિઝન અરજીનાં કામે અત્રેનાં તા.૨૦/૫/૧૭નાં હુકમથી રીવઝન અરજી મંજૂર કરેલ હતી. જે હુકમથી નારાજ થઈ ગુજ. નથુ અભરામના વારસદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે.સી.એ.નં.૧૩૮૧૪/૨૦૧૪ દાખલ કરતાં નામદાર હાઇકોર્ટનાં તા.૧/૮/૨૦૧૭નાં ઓરલ ઓર્ડ૨થી આ કામમાં પક્ષકારોને પુન: સાંભળી ફે૨ નિર્ણય લેવા અત્રેની કચેરીને કેરા રિમાન્ડ કરવા હુકમ કરેલ હતો. નામ. ગુજ. હાઇકોર્ટનાં સદ૨ ઓરલ ઓર્ડર અનુસંધાને નિયત કાર્યવાહી કરી અત્રેનાં હુકમ નં. વિવિ/હકપ જન૨/૨૮/૨૦૧૭, તા. ૭/૧૦/૨૦૧૭થી પક્ષકારોને સાંભળી, તપાસી અને રેકર્ડડીય આધાર-પુરાવા રજૂ કરવા જણાવી તેની ચકાસણી કરી કેવ્સ પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્યને રીમાન્ડ ક૨વા હુકમ કરેલ છે.
એસ.એસ.આર.ડી.નાં તારણ અને હુકમ :-
મોજે મસીતીયા તા. જી. જામનગ૨ ના સર્વે નં.૩૮૬ વાળી જમીન સંબંધે નોંધ નં. ૩૬૭ તા. ૨૫/૯/૬૪ની વિગતે શ્રી સુમરા ઈકબાલ પુજાભાઇના પિતા સુમરા પુંજાભાઈ હમીરભાઇએ અભરામ બાવાની વિધવા હુ૨બાઇ રણમલ પાસેથી એક૨ ૪-૦૪ ગુંઠા જમીન ૨જી, ફારગતી દસ્તાવેજથી વેચાણ રાખેલ હતી. તલાટી કમ મંત્રીશ્રી, મીતીયાનાં તા. ૧૩/૧૧/૧૩૦માં રોજકામથી સ્થળે સુમરા ઈકબાલ પુજાભાઇનો કબજો હોવાનું જણાવેલ હતું. વાદગ્રસ્ત જમીનનો વેચાણ દસ્તાવેજ રદ્દ કરાવવા માટે ગુજ. અભરામ બાવાનાં વારસદારોએ દાખલ કરેલ દીવાની દાવા નં. ૧૨૩/૯૮ તા.૧૨/૯/૦૮નાં હુકમથી નામંજૂર થયેલ હતો. વાવ્રત જમીન વેચાણ રાખતાં સમયે પૂંજાભાઇ હમી૨ભાઇ ખેડૂત હતા કે કેમ ? જમીન વેચનાર જમીન માલિક હતા કે કેમ તથા તેમને જમીન વેચાણ આપવાનાં અધિકાર હતા કે કેમ ? આ કામે સીવીલ કોર્ટનાં હુકમો જોવા તેમજ હાલમાં આ જમીનમાં કોઇ વિવાદ ચાલુ છે કે કેમ ? જેવી રેકર્ડકીય બાબતો ધ્યાને લેવી જરૂરી હોય તથા આ કામે પક્ષકારોને સાંભળી, ડંકીય આધાર પુરાવા રજૂ કરાવીને ચકાસણી કરી નિર્ણય કરવાનું યોગ્ય જણાયેલ છે.
સબબ, નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ સ્પે.સી.એ.નં.૧૩૮૧૪/૨૦૧૪ તા.૧/૮/૨૦૧૭ના ઑલ ઓર્ડ૨નું જજમેન્ટ ધ્યાને લઇને અત્રેથી પક્ષકારોને સાંભળી, તપાસી અને રેકર્ડકીય આધાર-પુરાવા રજૂ કરવા જણાવી તે ચકાસણી કરી કેસ પ્રાંત અધિકારીશ્રી જામનગર(ગ્રામ્ય) રિમાન્ડ કરવા હુકમ કરેલ છે.
મહેસૂલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-
(૧) સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ અને પતાવટ ખેતી જમીન ૫૨ હુકમ-૧૯૪૯ ના કાયદાની કલમ-૫૪.
(૨) ધી ઈન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ-૧૮૭૨ની કલમ-૨૩
(૩) ગુજરાત જમીન મહેન્સલ અર્ધનયમ, ૧૮૭૯ની કલમ -૧૩૫(ડી)
(૪) લીટિશન એક્ટ-૧૯૬૩ની કલમ-૫(૧)ની જોગવાઈ.
(૫) નામદાર હાઇકોર્ટ અને ર્રાપ્રમ કોર્ટનાં એસ.પી એ, નં. ૧૪૯૧૫ /૨૦૧૧નાં જજમેન્ટ મુજબ ભારતનાં બંધારણ- ૧૯૫૦નાં આર્ટીકલ-૨૨૬ અને ૨૨૭,
(૬) નામ. ગુજ. હાઇકોર્ટનાં એસ.સી.એ. નં. ૧૩૮૧૪/૨૦૧૭ ઓરલ ઓર્ડર તા. ૦૧/૦૮/૨૦૧૭.
(૭) સીવીલ કોર્ટ, જામનગ૨માં ૨. દિ કેસ ૧૨૩/૯૮ હુકમ તા. ૧૨/૯/૨૦૦૮
No comments:
Post a Comment