ગૌચર વ્યવસ્થાપન નીતિ અંર્તગત ભાડા પટ્ટાની મુદત વધારા અંગે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

ગૌચર વ્યવસ્થાપન નીતિ અંર્તગત ભાડા પટ્ટાની મુદત વધારા અંગે

ગૌચર વ્યવસ્થાપન નીતિ અંર્તગત ભાડા પટ્ટાની મુદત વધારા અંગે

| હુકમ નંબર :- વિવિ/જમન/ત૫/૭/૨૦૧૬ તા.૦૧/૧૨/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે. ટીચડીયા, તા.સોનગઢ, જિ.તાપીના સ.નં./બ્લોક નં.૮૮,૨૦૬૬ ચોમી વાળી જમીન.


કેસની ટૂંડી વિગત :-

મોજે.ટીચડીયા,તા.સોનગઢ,જિ.તાપીના સ.નં.૮૮ની ૨૬ ચો.મી.જમીનનો ભાડાપટ્ટો વધુ ૧ વર્ષ માટે રીન્યુ કરી આપવા અરજદારશ્રીએ ક્લેક્ટરશ્રી, તાપી-વ્યા૨ાને અ૨જી કરતા ક્લેક્ટ૨શ્રી, તાપી-વ્યારાએ તેમના તા.૧૫/૧૦/૧૬ના પત્રક્રમાંક નં જમન/ટીચકીયા/૮૮/વશી/૨૦૧૬થી અરજદારની માંગણી, સરકારશ્રીના મહેડ્યુલ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૫ના ઠરાવથી રાજયમાં નવી ગૌચર વ્યવસ્થાપન નીતિ અમલમાં મુકવામાં આવેલ હોઇ તથા કલેક્ટરશ્રી સુ૨તના તા.૩૧/૦૮/૨૦૦૪ના હુકમમાં જણાવેલ શરતોનું પાલન થયેલ ન હોઈ, શરતભંગ થવાના કા૨ણોસ૨ નામંજુર કરેલ છે.જેનાથી નારાજ થઈ અરજદારે ખાસ સંચવશ્રી, મહેસુલ (વિવાદ), અમદાવાદ સમક્ષ ફેરતપાસ અરજી રજુ કરેલ છે.

ગૌચર વ્યવસ્થાપન નીતિ અંર્તગત ભાડા પટ્ટાની મુદત વધારા અંગે


- એસ.એસ.આર.ડી.ના તારણ અને હુડમ :-

રાજયમાં નવી ગૌચર વ્યવસ્થાપન નીતિ અમલમાં આવેલ છે.જે ઠરાવ સાથે અરજદારની ભાડા પટ્ટાની માંગણી સુસંગત નથી.તથા અરજદારે કલેકટરશ્રીના તા.૩૧/૦૮/૨૪૪ના હુકમમાં જણાવેલ શરતોનું પાલન કરેલ નથી.


નામ. સુપ્રિમકોર્ટ દ્વારા સી.એ.,૧૧૩૨/૨૦૧૧ @ એસએલપી(સી)૩૧/૯/૨૦૧૧ જસપાલસંઘ અને અન્ય વિરુધ્ધ સ્ટેટ ઓફ પંજાબ એન્ડ અધર્મમાં નામ. સુપ્રિમકોર્ટ સમાજના કલ્યાણ માટે તેમના હકક તરીકે અપાતી જમીનો ઉપરના દબાણોને દુર કરવા તમામ રાજય સરકારો અને કેન્દ્રસિત પ્રદેશોની સરકારોને આદેશાત્મક સુચનાઓ આપેલ છે જેમાં આવી લોકપયોગી જાહે૨ જમીનો ઉપ૨ના દબાણો દુર કરવા તેમજ તેનો યોગ્ય અમલ કરવા નિર્દેશ અપાયા છે.અલબત્ત આવા કિસ્સાઓમાં ભૂમીવિહીનોને લીઝ ઉ૫૨ જમીન અપાયેલ હોય અથવા તો અનુ.જાતી,અનુ.જનજાતી લોકોને જમીન રહેણાક માટે અપાઇ હોય કે,જયાં ૨સ્કુલ,ડી૨પેન્શ૨ી કે બીજી જાહેર ઉપયોગીતા માટે વપરાઇ હોય તેવા દબાણો વિનિયમત કરવા સિવાયના અન્ય તમામ દબાણો દુર કરવા સુચના અપાઈ છે.


ઉપર્યુક્ત જોગવાઇઓના પરિપ્રેક્ષ્યમાં ગૌચ૨ જાળવણી અને વિકાસના સંદર્ભમાં રાજય ૨ા૨કા૨ ચિંતિત હોઇ સંકલીત ગૌચર નીતિના ઘડતર, આયોજન અને અમલને લગતી બાબત આખરી કરવા ઠરાવવામાં આવેલ.આમ,સ૨કા૨શ્રીના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક: જમન/૧૧/૩૧૯૪/૫,તા.૧/૪/૨૦૧૫ થી ગૌચ૨તી જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ ઘડવામાં આવેલ છે. આમ,પા૨ા(૩.૨) ની વિગતે તેમજ મહેગ્યુલ વિભાગના તા.૧/૪/૨૦૧૫ ની નીતિ અંતર્ગત તમામ વિગતો ધ્યાને લેતા અ૨જદા૨ની વાદગ્રસ્ત જમીનના ભાડાપટ્ટાની મુદત વધારી આપવાની માંગણી સુસંગત જણાતી નથી તથા કલેક્ટરશ્રી, સુરતના તા.૩૧/૮/૨૦૦૪ ના હુકમમાં જણાવેલ શરતોનું પાલન થયેલ ન હોવાથી શરતભંગ થયેલ છે. જેથી ક્લેક્ટરથી,તાપી-વ્યારાના તા.૧૫/૧૦/૨૦૧૬ના હુકમમાં હ૨તક્ષેપ કરવા ઊંચત જણાતું ન હોવાનું દર્શાવી હુકમ કરવામાં આવેલ છે.


અરજદારની ફેરતપાસ અરજી નામંજુર કરી, કલેકટરશ્રી,તાપી-વ્યારાનો તા.૧૫/૧૦/૨૦૧૬ નો હુકમ નં.જમન/ટીચડીયા/૮૮/વશી /૨૦૧૬ કાયમ રાખવામાં આવે છે.


મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો :-

(૧) જમીન મહેપ્સ્યુલ નિયમની કલમ-૩૮ તથા કલમ-૩૯

(૨) નામદાર ગુજરાત હાઈકોર્ટના રીટપીટીશન(પી.આઈ.એલ.નં ૧૫૫/૨૦૧૧) માં ચૌધરી લક્ષ્મણભાઈ પરથીભાઇ અને અન્યો વિરુધ્ધ ગુજરાત સરકારના કેસમાં નામ.હાઇકોર્ટે તા.૮/૮/૨૦૧૨ ના રોજ આપેલ ગૌચર જમીન સંદર્ભે હુકમ

(3) પી.આઈ.એલ. ૬૧/૨૦૧૨ માં નામદાર હાઈકોર્ટ દ્વારા ઉકત પી.આઈ.એલ. ૧૫૫/૨૦૧૧ માં કરેલ નિ૨ીક્ષણ (Observation)


No comments: