ઘરખેડ ઓ.વ..ક-૫૪ના ભંગ બદલ સંક્ષિપ્ત રીતે ખસેડવા બાબત
હુકમ નંબર :- નં.મવિવિ/ધરખેડ/સલ૨/૨/૨૦૧૬ તા.૧૯/૫/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે ધ્રાંગધ્રા તા.ધ્રાંગધ્રાની ખેતીની સ.નં.૨૩૧ એ.૨ ૧૮ ગુ.વાળી જમીન.
* કેસની ટૂંકી વિગત :-
આ કામના અરજદારે પ્રશ્નાવાળી જમીન શ્રીચાવડા વજુભાઈ મોતીભાઈ પાસેથી ૨૭.દ.થી અધાટ વેચાણ રાખેલ. જે અંગે હકકપત્રકે વેચાણ નોંધ નં. ૯૮૧ તા. ૨/૬/૯૮ ના રોજ દાખલ થઇ મંજુ૨ થયેલ છે. પરંતુ અરજદારે આ જમીન બીનખેડુત દ૨જને તથા જમીન વેચાણ લેવાની સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ ૨ાખેલ હોવાથી ઘરખેડ ઓર્ડી, વટ હુકમની કલમ-૫૪ ની જોગવાઇના ભંગ બદલ નાયબ કલેક્ટરશ્રી, ધ્રાંગધ્રા દ્વારા કાર્યવાહી ચલાવી તા. ૨૯/૧૧/૨૦૦૧ ના હુકમથી બીનખેડુત જાહેર કરી વાદગ્રસ્ત જમીનમાંથી સંક્ષિપ્ત રીતે ખસેડી મુકવા હુકમ કરતાં તે નિર્ણયથી નારાજ થઈ આ કામના અરજદારે કલેક્ટરશ્રીની કોર્ટમાં તા. ૧૦/૧/૨૦૦૨ ના રોજ અપીલ દાખલ કરેલ. જે કેસમાં તા. ૯/૪/૨૦ ના હુકમ થી વિવાદીની અપીલ અરજી નામંજુર કરી નાયબ લેકટરશ્રી, ધ્રાંગધ્રાનો તા. ૨૯/૧૧/૨૦૦૧ નો નિર્ણય કાયમ રાખવા નિર્ણય કરવામાં આવેલ. જે નિર્ણયથી નારાજ થઈ વિવાદી દ્વારા અત્રેની કોર્ટમાં ફેરતપાસ અરજી કરતાં અધિક સચિવશ્રી મહેસુલ વિભાગના તા. ૧૩/૨/૧૩ ના હુકમ થી રીવીઝન અરજી અંશતઃ મંજુર કરી નાયબ કલેકટરશ્રી, ધ્રાંગધ્રાના હુકમ તા. ૨૯/૧૧/૦૧ નો હુકમ તથા કલેકટરશ્રીનો તા.૯/૪/૨૦૦૨ નો હુકમ ૨દ ક૨ી ગુજ૨ાત સ૨કા૨ દ્વારા ગુજરાત એક્ટ નં.૭/૯૭ તા. ૬/૩/૯૭ ના રોજ પ્રાધ્ધ થયેલ છે જેની સુધારેલ કલમ ૫૫(૨)(બી) ધ્યાને લઈ જરૂરી વિગતો ચકાસી ફેર્રાનણર્ય લેવા કેન્સ રિમાન્ડ કરવામાં આવેલ જે અન્વયે ક્લેક્ટરશ્રીએ તા. ૨૨/૧/૧૬ હુકમથી અરજદારશ્રીની અપીલ અરજી પુનઃ નામંજુર કરવામાં આવેલ. જે હુકમથી નારાજ થઇ હાલના અરજદારએ અત્રે સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરેલ છે. જેમાં અરજદારની રીવીજન અરજી નામંજુર કરી કલેક્ટરશ્રી તા.૨૨/૧/૧૬ નો હુકમ કાયમ રાખેલ છે.
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ:-
અરજદારે સવાલવાળી જમીન તા. ૨૯/૫/૯૮ ના રોજ વેચાણ રાખ્યા બાદ ૧૭ વર્ષ જેટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં પ્રમાણીત ઔધોગિક હેતુ માટે ખરીદ કરેલ જમીન અંગેની નિયમોનુસાર કરવાપાત્ર કાર્યવાહી પુર્ણ કરી સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડી વટહુકમ ૧૯૪૯ ની કલમ-૫૫નું પ્રમાણપત્ર મેળવવામાં નિષ્ફળ રહેલ હોવાથી વિવાદી કંપની હાલ સવાલવાળી જમીન ધારણ કરે છે તે ગેરકાયદેસર ધારણ કરે છે. આવા સંજોગોમાં હકકપત્રકે નોંધ નં. ૦૮૧ તા. ૨/૬/૮ થી દાખલ થઈ તા. ૨૦/૭/૯૮ થી પ્રમાણીત થયેલ છે તે ગેરકાયદેસર અને નિયમીત પ્રકારે પ્રમાણીત થયેલ છે. સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૭/૭/૫૪ ના જાહેરનામા ક્રમાંક આર.ડી./આઈ.વી/૨૫૪ થી સૌરાષ્ટ્ર ધ૨ખેડ ટેનન્સી સેટલમેન્ટ અને ખેતની જમીન વટહુકમ ૧૯૪૯ ની કલમ-૫૪ ના અધિકારો આસી/નાયબ કલેક્ટરશ્રીઓને એનાયત કરવામાં આવેલ છે. જેથી આસી. કલકેટરશ્રી, ધ્રાંગધ્રા દ્વારા તા. ૨૯/૧૧/૨૦૦૧ ના રોજ કરવામાં આવેલ હુકમ તેઓને મળેલ અધિકારની રૂએ કરવામાં આવેલ છે. તેમાં કોઈ ફેરફાર કરવાનુ ીચત જણાતુ ન હોય વા૨તે નાયબ કલેક્ટરથી, ધ્રાંગધ્રાના તા. ૨૯/૧૧/૨૦૦૧ નો હુકમ તથા કલેકટ૨શ્રીનો તા. ૯/૪/૨૦૦૨ના હુકમના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવાનુ ઉચત જણાતુ ન હોય એવું કલેકટરશ્રીનું તારણ યોગ્ય છે કારણ કે પ્રસ્તુત કેસ બાબતે અત્રેથી અગાઉ કેન્સ રીમાન્ડ કરતાં તેમાં જણાવેલ મુદા ધ્યાને લઇ કલેકટરશ્રીએ વિગતવા૨ છણાવટ કરી નિણૅય કરેલ છે. ધ૨ખેડ વટ હુકમ મુજબ પ્રમાણપત્ર અરજદારે મેળવેલ નથી અને ક્લેકટ૨શ્રી સમક્ષ મુદ્દત આપવા છતાં કોઇ વિશેષ પુરાવા રજુ કરેલ નથી. અરજદારે અત્રે રજુ કરેલ લીલો પૂરાવા ક્લેકટશ્રીમાં પણ રજુ કરેલા છે. ૧૯૯૮ માં વેચાણ ક્યો બાદ ૧૭ વરસ સુધી પ્રમાણપત્ર મેળવેલ નથી.
આમ અરજદારની રજુઆત સ્વિકારવા પાત્ર ન હોઇ અ૨જદા૨ની રીવીજન અરજી નામંજુર કરી અને કલેકટ૨શ્રી, સુરેન્દ્રનગરનો તા.૨૨/૦૧/૨૦૧૬ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
મહેસુલી અધિડારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-
(૧) મહેસુલ વિભાગનો તા.૭/૭/૫૪ ના જાહેરનામા ક્રમાંક. RD/IV/2054
(૨) ઘરખેડ. ઓર્ડીના ની કલમ-૫૪ ની કલમ ૫૫(૨)(બી)
(૩) મુંબઇ લે.રે.કો. ની કલમ ૬૫(એ)
No comments:
Post a Comment