વેચાણ દસ્તાવેજની નોંધ
હુકમ નંબર. :- મવિવિ/હકપ/અમદ/૧૨૪/૨૦૦૯, તારીખ. ૧૦/૧૦/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે- રુદ્રાતલ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ ગામના સ.નં.૩૫૬/૧, ૩૬૦/૧, ૩૦૯/૧, ૩૫૭/૨, ૨૬૯/૧/૨, ૨૮૯/૨, ૨૮૩/૪, ૨૮૬/૧, ૨૯૧/૧, ૨૮૯/૧, ૨૮૫, ૩૦૭પૈકી તથા 30૪/૨ વાળી જમીન
કેસ ની ટૂંડી વિગત :-
આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે, મોજે-રુદ્રાતલ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ ગામના સ.નં.૩૫૬/૧, ૩૬૦/૧, ૩૯/૧, ૩૫૭/૨, ૨૬૯/૧/૨, ૨૮૯/૨, ૨૮૩/૪, ૨૮૬/૧ તથા ૩૪/૨ વાળી જમીનોના વેચાણ અંગે ગામ નમુના નં.૬ માં ફે૨ફાર નોંધ નં.૧૪૨૯ તથા સ.નં.૨૯૧/૧, ૨૮૯/૧ તથા ૨૮૫ વાળી જમીનના વેચાણ અંગે ગામ નમુના નં.૬ માં ફેરફાર હકકપત્રક નોંધ નં. ૧૪૯૫, તા.૨૭/૧૧/૨૦૦૭ તથા સ.નં.૩૦૭ પૈકીની જમીનના વેચાણ અંગેની ફેરફાર હકકપત્રક નોંધ નં.૧૪૩૮, તા.૨/૧૨/૨૦૦૬ ના રોજ પડેલ અને આ ત્રણેય હકકપત્રક નોંધો સર્કલ ઓફીસર મારફત પ્રમાણિત ક૨વામાં આવતા આ કામના અરજદારોએ આ નોંધોના નિર્ણય સામે નાયબ ક્લેક્ટરથી, વિરમગામ પ્રાંત સમક્ષ વિવાદ અરજી દાખલ કરતા વિવાદ અરજી માન્ય કરીને તમામ વેચાણ નોંધો રદ કરવા હુકમ કરવામાં આવેલ.
આ હુકમના નિર્ણયથી આ કામના સામાવાળા નારાજ થતા ક્લેક્ટરશ્રી, અમદાવાદ સમક્ષ અપીલ કરતા કલેકટરશ્રી, અમદાવાદનાએ સામાવાળાની અપીલ અરજી મંજુર કરવામાં આવેલ અને નાયબ ક્લેક્ટરશ્રી, વિરમગામ પ્રાંતનો તા. ૩૧/૧૨/૨૪૪૮ નો હુકમ રદ કરવા હુકમ કરેલ.
* એરા.એસ.આર.ડી.ના તારણ અને હુકમઃ-
મોજે- રુદ્રાતલ તા.દેત્રોજ, જિ.અમદાવાદ ગામના સ..૩૫૬/૧, ૩૬૦/૧, ૩૯/૧, ૩૫૭/૨, ૨૬૯/૧૨, ૨૮૯/૨, ૨૮૩/૪,૨૮૬/૧ તથા 30x/૨ વાળી જમીનોના વેચાણ અંગે ગામ નમુના નં.૬ માં ફેરફાર નોંધ નં.૧૪૨૯ તથા સ.નં.૨૯૧/૧, ૨૮૯/૧તથા ૨૮૫ વાળી જમીનના વેચાણ અંગે ગામ નમુના નં.૬ માં ફેરફાર હકકપત્રક નોંધ નં ૧૪૯૫,તા.૨૭/૧૧/૨૦૦૭ તથા સ.નં.૩૦૭ પૈકીની જમીનના વેચાણ અંગેની ફેરફાર હકકપત્રક નોંધ નં.૧૪૩૮,તા.૨/૧૨/૨૦૦૬ ના રોજ પડેલ અને આ ત્રણેય હક્કપત્રક નોંધો સર્કલ ઓફીસર મારફત રેકર્ડ ઓફ રાઈટસની જોગવાઈઓ મુજબ નોંધો પ્રમાણિત કરવામાં આવેલ. વિવાદીત જમીન વેચાણ રાખનાર ૨જીસ્ટર્ડ દસ્તાવેજ આધારે થયેલ છે. વેચાણ રાખનાર ઈસમો ખેડૂત ખાતેદાર છે. ૨૦૨ટર્ડ વેચાણ દસ્તાવેજ સક્ષમકોર્ટ દ્વારા ૨દ કરવામાં આવેલ નથી. વેચાણ રાખનાર ઈસમો બોનોફાઇડ પચેઝર છે. આ કામના અરજદાર બાનાખત તથા સપ્લીમેન્ટ્રી કમ પઝેશન ક૨ા૨ ઉપ૨ આધાર રાખે છે. પરંતુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની કલમ-૫૪ પ્રમાણે બાનાખત આધારે તેઓ મીલકતમાં માલીકી હકક ભોગવી શકે નહી. રેવન્યુ એકાઉન્ટન્સ મેન્યુઅલમાં કરેલ જોગવાઈ મુજબ ગામ નમુના નં.૬ ના હકકપત્રકમાં કોઈપણ જાતના ફેરફાર તથા તબદીલી વ્યવહા૨ (કૌટુંબિક વહેંચણી સિવાયના) ૨જીસ્ટર્ડ દસ્તાવેજ શિવાય નહી નોંધવા જણાવેલ છે. જમીન મહેસુલ કાયદાની કલમ-૧૩૫ -સી માં કરેલ જોગવાઈ મુજબ આવો હકક અરજદારને સંપ્રાપ્ત થતો નથી. મહેસુલી નોંધ ફીકલ હેતુ માટે હોય છે. હકક હિત/દરતાવેજ ની કાયદેસરતા નક્કી કરવાનું કાર્યક્ષેત્ર દીવાનીકોર્ટ નું છે. બાનાખત આધારે જમીનનો હકક પ્રાપ્ત ન થાય તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના એસ.સી.એ.નં. ૬૬૫૭/૨૦૧૬ નો ચુકાદો દયાને લેવાપાત્ર છે. રજીસ્ટર્ડ દસ્તાવેજ રદ ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકર્ડ પર આ બાબતની નોંધ રેકર્ડે ૨હે તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના એન્સ.સી.એ.નં.૩૮૪૯/૦૪ નો ચૂકાદો ધ્યાને લેવાપાત્ર છે.
અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટરશ્રી, અમદાવાદ નો તા.૩૦/૧૧/૨૯ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) જમીન મહેડ્યુલ કાયદાની કલમ-૧૩૫-સી માં કરેલ જોગવાઈ
(૨) બાનાખત બાબતનો નામદાર ગુજરાત હાઈકોર્ટ ના એસ.સી.એ.નં.૬૫૬/૨૦૧૬ નો ચુકાદો
(૩) ટાઉન પ્લાનીંગ એકટની કલમ
(૪) નામદાર ગુજરાત હાઇકોર્ટના એસ.સી.એ.નં.૩૮૪૯/૦૪ નો ચૂકાદો
(૫) ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ-૫૪
No comments:
Post a Comment