: એન્યુઅલ રેડોન્ટ ઓફ રાઈટસ :- - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 6, 2023

: એન્યુઅલ રેડોન્ટ ઓફ રાઈટસ :-

 : એન્યુઅલ રેડોન્ટ ઓફ રાઈટસ :-


અમલીકરણ માટેના માર્ગદર્શનો – (૨૦૨૩)

બાંધકામ પ્રકારની વ્યાખ્યાઓ:-

(૧) ખુલ્લી જમીન (ઓપન લેન્ડ)

જંત્રીમાં દર્શાવેલ ઓપન લેન્ડ એટલે કે, ખેતી સિવાયનો ઉપયોગ થઇ શકે તેવી, વિકાસની શક્યતા અથવા ક્ષમતા ધરાવતી જમીનો દા.ત. બીનખેતીમાં ફેરવાયેલ, નગ૨ ૨ચના યોજનામાં સમાવિષ્ટ એટલે કે, યોજનાનો ઇરાદો જાહેર થયા તારીખથી નગ૨ રચના યોજનામાં સમાવિષ્ટ જમીનો, ગણોતધારાની કલમ – ૬૩, ૬૩એએ હેઠળ ખરીદાયેલ, રોઝ (SEZ ) તથા આઈ.ટી. પાર્કમાં આવેલી જમીનો.

(૨) લોર્ડ બેરીંગ સ્ટ્રકચર :--

લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ, ચણતર કામ, બંન્ને બાજુ સીમેન્ટ પ્લાસ્ટ૨ તથા યોગ્ય સામગ્રી મોઝેક, કોટા સ્ટોન વિગેરેથી ફર સંબંધી પ્લમ્બીંગ, વીજળીક૨ણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ.

(૩) આર.સી.સી. કેમ સ્ટ્રકચર :-

આર.સી.સી.ફ્રેમ, કોલમ, બીમ, બંને બાજુ પ્લાસ્ટર, કોટા સ્ટોન, મોજેક કે અન્ય સામગ્રીની ફરસંબંધી, પ્લમ્બીગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ

(૪) સેમી પકકા સ્ટ્રકચર –

આર.સી.સી. સ્લેબ વગર પરંતુ દિવાલ સાથે લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ મકાન, બન્ને બાજુ પ્લાસ્ટર, ફરસંબંધી, પ્લમ્બીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ

(૫) ઔધોગિક શેડ (આર.સી.સી. પકકા ):-

એવા ઔધોગિક બાંધકામો કે જેનું બાંધકામ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર અને સ્લેબ સાથે થયેલ હોય.

(૬) ઔધોગિક શેડ (પતરા વાળા શેડ):-

એવા ઔધોગિક બાંધકામો કે જેનું બાંધકામમાં છાપ, જી.આઇ. સીટ અથવા એ.સી.સીટ ધ્વારા રાખવવામાં આવેલ હોય.

બાંધકામના ભાવો:- (વર્ષ-૨૦૨૩)

(અ) બાંધકામ માટેના ભાવો:-

જુદા જુદા સ્ટ્રકચર માટે વર્ષ : ૨૦૨૩        ભાવ પ્રતિ ચો.મી

ના બાંધકામના ભાવો.              શહેરી વિસ્તાર   ગ્રામ્ય વિસ્તાર

આર.સી.સી.ફ્રેમ સ્ટ્રકચર              ૧૯૮૦૦                ૧૮૨૦૦

લોડ બેરીંગ સ્ટ્રકચર.                    ૧૭૨૦૦ ‌‌‌‌.             ૧૫૪૦૦

સેમી પકકા સ્ટ્રકચર.                    ૧૨૬૦૦.              ૧૧૮૦૦

ઔધોગિક આર.સી.સી. શેડ.        ૨૩૦૦૦. ‌‌‌‌.           ૨૨૪૦૦

ઔધોગિક પતરાવાળો શેડ.            ૧૭૦૦૦.             ૧૬૪૦૦

  (બ) અધુરા બાંધકામ માટેના દર -

અધુરુ બાંધકામ.                                    ટકા

૧. સ્લેબ વગરનું અધુરું બાંધકામ- 

સંબંધીત એસ.ઓ.આર.ના ૫૦% ગણવાં 

૨. સ્લેબ સાથેનું અધુરું બાંધકામ -

સંબંધીત એસ.ઓ.આર.ના ૭૦% ગણવાં


3.જુના બાંધકામ માટે ઘસારાના દ૨ :-

૧. ૦ થી ૫૦ વર્ષ સુધી- બાંધકામ કિંમત ઉ૫૨ પ્રતિ વર્ષ ૧.૨%

૨. ૫૧ થી ઉ૫૨.- કુલ બાંધકામ કિંમતના વધુમાં વધુ ૬૦%

નોંધ :- ઘસારાનો નિણર્ય લેતી વખતે ઉપયોગીતા અંગેનું પ્રમાણપત્ર ન મળે તો..મ્યુનિસિપલ ટેક્ષબીલ, વેરા પાવતી યાને લઇ શકાશે.

૪.કારપેટ એરિયા બિલ્ટઅપ એરીયા :–

જો લેખમાં કારપેટ એરિયા દર્શાવેલ હોય તો બિલ્ટ અપ એરિયા નીચે મુજબ ગણી શકાશે. બિલ્ટ અપ એરિયા = ૧.૨ X કારપેટ એરિયા

૫.રહેણાંક વિષયક બાંધકામો : -

ફ્લેટ/ એપાર્ટમેન્ટના મુલ્યાંકન માટે -સંબંધીત વેલ્યુઝોનની કિંમત

૧. ૧૦૦ ચો.મી. સુધી બિલ્ટ અપ એરિયા - એ.એસ.આર.ના ભાવમાં ૧૦% ઘટાડો

૨. ૧૦૧ થી ૨૦૦ ચો.મી. સુધી બિલ્ટ અપ એરિયા -એ. એસ.આર.ના ભાવ મુજબ

 ૩. ૨૦૦ ચો.મી.થી ઉપર બિલ્ટ અપ એરિયા - એ.એસ.આર.ના ભાવમાં ૨૦% વધારો

.

No comments: