પ્રતિબંધિત સત્તા પ્રકા૨ની જમીનમાં તબદીલી
હુક્મ નંબર :- વિવિ/પ/વડદ/૫૪/૨૦૧૫ તા. ૨૬/૦૭/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.કુમંઠા, તા.વાઘોડીયા, જી.વડોદરાના સર્વે નં.૨૯૨ પૈડી-૨ વાળી જમીન
કેસની ટૂંકી વિગત :-
પ્રશ્નવાળી જમીન ગણોતધારા કલમ- ૪૩ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનમાં વસીયત આધારે ફેરફાર નોંધ નં.૧૯૮૮ તા:૧૪/૦૨/૦૭ ના રોજ દાખલ થયેલ છે. સદર નોંધ તા:૧૭/૦૯/૦૮ ના રોજ મામલતદારશ્રીએ પ્રણિત કરેલ છે. આ ફેરફાર નોંધ કલેક્ટરશ્રી વડોદરાની ચકાસણીમાં કાયદાકીય જોગવાઇઓને સુસંગત ન જણાતાં જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮(૬) હેઠળ સુઓમોટો રીવીઝનમાં લઇ તેઓના તા:૩૧/૦૧/૨૦૧૫ ના હુકમ થી ફેરફાર નોંધ નં ૧૯૮૮ નામંજુ૨ ક૨વા હુકમ કરતાં સદર હુકમથી નારાજ થઈ અરજદારે અત્રે ફેરતપાસ અરજી ૨જુ ક૨તા અત્રેના તા.૨૬/૦૭/૨૦૧૭ થી રીવીજન અરજી મંજુર રાખવા હુકમ કરવામાં આવેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
પક્ષકારોની લેખિત અને મૌખિક રજુઆત તથા રજુ થયેલ આધાર પુરાવા વિગેરે ધ્યાને લેતાં પ્રા વાળી જમીન નાનાભાઇ ગોરધનભાઈ પરમારના નામની ખેતીની જમીન આવેલ. તેઓ તા:૦૪/૦૫/૨૦૬ ના રોજ અવસાન પામતાં તા:૨૮/૧૧/૦૫ ના રોજ પટણી કિશોરભાઈ ૨ામજીભાઈની તરફેણમાં વીલ-વસીયતનામું કરતાં સદ૨ વીલના આધારે ફે૨ા૨ નોંધ-૧૯૮૮ તા:૧૪/૦૨/૨૦૦૭ના રોજ પડેલ. આ નોંધ સામે વાંધો રજુ કરતાં મામલતદારશ્રી વાઘોડીયાએ તા:૧૭/૦૯/૦૮ ના હુકમથી વાંધા અરજી નામંજુર કરી નોંધ નં.૧૯૮૮ મંજુ૨ ક૨વા હુકમ કરેલ છે. મામલતદારશ્રીના આ હુકમ સામે અપીલ કે રીવીઝન થયા અંગેના રેકર્ડ આધારીત પુરાવા પક્ષકારોએ રજુ કરેલ નથી. સવાલવાળી જમીનના વીલથી ધા૨ણ ક૨ના૨ે તા:૧૩/૦૮/૦૭ ના રોજ નામદાર સીવીલ કોર્ટ સમક્ષ ઇન્ડીયન સક્સેસન એક્ટ મુજબ પ્રોબેટ / વારસાઈ સર્ટી મેળવવા વારસાઈ કી અ.નં.૧૧૮/૦૭ ની અરજી દાખલ કરેલ હતી. સદ૨ કેન્સમાં તા:૧૧/૦૯/૦૭ ના રોજ નામદાર સીવીલ કોર્ટે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જેથી નામદાર સીવીલ કોર્ટે તમામના સોગંદનામા વિગેરે આધારે સીવીલ મીસ(પ્રોબેટ) અપીલ નં ૧૧૮/૨૦૦૭ તા:૧૯/૦૪/૧૧ all રોજ પ્રોબેટ સર્ટી આપેલ છે. સવાલવાળી જમીન ગણોતધારા કલમ-૪૩ પ્રતિબંધિત સત્તાપ્રકાર ની જમીન મદદનીશ કલેક્ટરથીડભોઇના સુઓમોટો કેસના હુકમથી આ જમીન માત્ર ખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા અને માત્ર બીનખેતીના હેતુ માટે પ્રિમીયમ પાત્ર હુકમ કરેલ છે. જે હુકમની નોંધ-૨૭૭ તા:૧૮/૦૯/૦૮ ના રોજ પડેલ છે. જ્યારે વીલની ફેરફાર નોંધ – ૧૯૮૮ તા:૧૪/૦૨/૨૦૭ ના રોજ પડેલ છે. આ નોંધ તકરારી કેસ નં.આર.ટી.એસ. કેન્સ નં.૧૫/૨૦૮ તા:૧૭/૦૯/૦૮ ની વિગતે તા:૧૮/૦૬/૮ ના રોજ પ્રાર્માણત થયેલ છે. એટલે વીલની નોંધ પ્રમાણિત થયેલ દિવસેજ મદદનીશ કલેક્ટ૨શ્રી ડભોઇએ આ જમીન માત્ર ખેતીના હેતુ માટે જુની શરત ફેરવવા હુકમ કરેલ છે. જેથી ૨૬૨ જમીન જુની શરત થયાબાદ અમલવારી સમયે પ્રર્માણત થયેલ જણાય છે. સવાલવાળી મીલકત અંગે નામદાર સીવીલ કોર્ટમાં રે.મુ.નં.૦૩/૧૨ નો દાવો દાખલ કરી નામદાર સીવીલ કોર્ટના તા:૧૮/૦૨/૨૦૦૪ ના હુકમનામાંથી આંક-૫ નીચે વાદીની ગેરહાજરી ધ્યાને લેતાં આંક-૫ મુળ દાવા સાથે ચલાવવા હુકમ કરેલ છે. ત્યારબાદ નામદાર સીવીલ કોર્ટ તા:૦૯/૦૧/૨૦૧૫ ના હુકમનામાંથી આંક-૧ લગત કરેલ હુકમમાં દાવો વાદીની ગેરહાજરીના કારણે કાઢી નાખવા હુકમ કરેલ છે. આ હુડમ સામે નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટ સમક્ષ ડીલે.રે.સી. નં.૬૪/૨૦૧૬ નો દાવો દાખલ કરેલ છે. આ દાવામાં મધ્યાંતરી કે આખરી હુકમના રેકર્ડ આધારીત પુરાવા રજુ કરેલ નથી. દાવો પેન્ડીંગ છે. મેટ૨ સબજ્યુડીશ છે. સદ૨ દાવામાં જે નિર્ણય આવે તે પક્ષકારોને બંધાર્તા રહેશે. સવાલવાળી જમીનની નોંધ બાબતે ક્લેક્ટરશ્રી વડોદરાએ આ જમીન ગણોતધારા કલમ-૪૩ પ્રતિબંધિત સત્તાપ્રકારની છે. વીલ તા:૨૮/૧૧/૦૫ નું છે. વીલ ક૨ના૨ તા:૪/૦૫/૦૬ ના રોજ મૈયત થયા છે. વીલ આધારિત ફેરફાર નોંધ તા:૧૪/૦૨/૦૭ ના રોજ દાખલ થયેલ છે. તે વખતે આ જમી ગણોતધારા કલમ-૪૩ હેઠળની છે. મામલતદા૨શ્રીએ આ જમીન પ્રતિબંધિત સત્તાપ્રકારની છે. તેવું કોઇ નિરિક્ષણ કરેલ નથી. મૈયતના સીધીલીટીના વાન્સો છે. જે હયાત છે. છતાં તેમને નોટીસ આપી નથી, જેથી વારસોને સાંભળવા પ્રયત્ન કરેલ નથી. પ્રથમ વાન્સાઇ નોંધ થવી જોઇએ જે થયેલ નથી. વીલ આપનાર તથા વીલથી હક્ક પ્રાપ્ત ક૨ના૨ વચ્ચે કોઇ સબંધ નથી. અલગ અલગ જાતિનાં છે. ગણોતધારા કલમ-૪૩ ની જમીન પુર્વમંજુરી વિના તબદીલ થયેલ છે. નામદાર હાઇકોર્ટના તા.૧૭/૦૩/૯ ના જજમેન્ટ જોતાં આ વીલ બદઇરાદાથી થયાનું માલુમ પડે છે, સરકારશ્રીના પ્રિમિયમને નુકશાન કરેલ છે. જે તારણથી નોંધ નં-૧૯૮૮ નામંજુ૨ ક૨વા કરેલ નિર્ણય યોગ્ય જણાય છે. આમ ઉક્ત તમામ વિગતોથી ફલીત થાય છે કે, (૧). સવાલવાળી જમીનમાં નાનાભાઇ ગોરધનભાઇ પ૨મા૨ મૈયતની વારસાઇ થયેલ નથી. પરંતુ વીલથી જમીન તબદીલ થયેલ છે. (૨).સદરહુ જમીન પ્રતિબંધિત સત્તાપ્રકારની હોવા છતાં વીલ થયેલ છે. ગણોતધારાનો ભંગ થયેલ છે. (૩). સદ૨ નોંધ સબંધે જમીન મહેસુલ કાયદાની કલમ-૧૩૫-ડી ની નોટીસો સંબંધિતો બજાવ્યાંનાં આધાર પુરાવા ૨જુ થયેલ નથી. (૪). નામદા૨ ગુજરાત હાઇકોર્ટના એલ.પી.એ. i.૧૫૨૨/૨૦૧૦ ઇન એસ.સી.એ. નં.૧૧૬૧૬/૨૦૦૯ વિથ સી.એ.નં.૮૬૬૫/૨૦૧૦ ઈન એલ.પી.એ.નં.૧૫૨૨/૨૦૧૮) માં તા/૧૦/૨૦૧૦ ના ચુકાદા તેમજ નામદાર ગુજ૨ાત હાઇકોર્ટના – ૨૦૩ (૨) જી.એલ.આર.વો.૫(૨) પેજ- ૧૭૮૪ (બી.બી.) રાજેભાઈ બળદેવભાઈ શાહ વિરુધ્ધ બઈજીબેન કાભાઈ પાટણવાડીયાના કૅન્સમાં આપેલ ચુકાદાની વિગતો ધ્યાને લેતાં અરજદારની તપાસ અરજી ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી. જેથી વાદગ્રસ્ત નોંધ નામંજુર કરવા કલેક્ટરશ્રી વડોદરાના તા:૩૧/૦૧/૨૦૧૫ ના વાદગ્રસ્ત નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો ઉચત જણાતો નથી અરજદારશ્રીની રીવીઝન અરજી ગુણદોષ આધારે નામંજુર કરી કલેક્ટરશ્રી વડોદરાનો તા.૩૧/૦૧/૨૦૧૫ નો હુકમ કાયમ રાખેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :- (૧) મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮
(૨) નામદા૨ ગુજ૨ાત હાઇકોર્ટના એલ.પી.એ.નં.૧૫૨૨/૨૦૧૦ ઇન એસ.સી.એ. નં.૧૧૬૧૬/૨૦૦૯ વિથ સી.એ.નં.૮૬૬૫/ ૨૦૧૦ ઇન એલ.પી.એ.નં.૧૫૨૨/૨૦૧૦ માં આપેલ ચુકાદા
(3) નામદાર ગુજરાત હાઇકોર્ટના – ૨૦૦૩ (૨) જી.એલ.આર.વો.૫૦ (૨) પેજ-૧૭૮૪ (બી.બી.) રાજેન્દ્રભાઈ બળદેવભાઇ શાહ વિરુધ્ધ બર્માજીબેન કાભાઇ પાટણવાડીયાના કેસમાં આપેલ ચુકાદા
No comments:
Post a Comment