નવી શરતની જમીનમાં બાનાખતની નોંધ પાડવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 14, 2023

નવી શરતની જમીનમાં બાનાખતની નોંધ પાડવા બાબત

 નવી શરતની જમીનમાં બાનાખતની નોંધ પાડવા બાબત

હુકમ નંબર:- મવિવિ/હકપ/પાટણ/૩૧/૧૨, તા.૧૮/૧૨/૧૭ 

વાદગ્રસ્ત જમીન:- મોજે.સાંપ્રા, તા.જિ.પાટણના સ.નં./બ્લોક નં.૭૬૫ પૈકી ૧. હે.આરે.ચોમી.૨-૩૭-૭૫ વાળી જમીન

કેસની ટૂંકી વિગત :-

મોજે.સાંપ્રા, તા.જિ પાટણના સ.નં./બ્લોક નં.૭૬૫ પૈકી ૧ હે.આરે ૨-૩૭-૭૫ વાળી જમીન સંબંધે અરજદારે બાનાખત આધારે જમીન વેચાણ રાખેલ હોવાના આધારે ૨જુઆત કરતા મામલતદારશ્રી પાટણના હુકમ of.આર.ટી.એસ./કેન્સ ૦.૨૨/૧૧ તા.૦૭/૦૩/૧૧ અંગેનો વિવાદ મદદનીશ કલેકટરશ્રી, પાટણની કોર્ટમાં દાખલ થતા મદદનીશ કલેકટરશ્રી, પાટણએ તા.૧૬/૬/૧૧ના હુકમ નં.આ૨.ટી.એસ.કેા નં.૭૯/૨૦૧૧થી વિવાદ અરજી મંજુર કરેલ જે નિર્ણયથી નારાજ થઈ અરજદારે કલેકટરશ્રી, પાટણ સમક્ષ વિવાદ અરજી દાખલ કરતા,તેઓના હુકમ નં આરટીએન્સ/રીવીજન ૨૧૮/૧૧,તા.૨૦/૧૨/૨૦૧૧થી અ૨જદા૨ની રીવીજન અ૨જી, વાગ્રસ્ત જમીનનું વેચાણ ૨૭૨ટ૨ દ૨તાવેજથી થયેલ ન હોઈ, નામંજુ૨ ક૨તો હુકમ કરેલ છે.જે હુકમ સામે અરજદારે ખાસ સચીવશ્રી, મહેસૂલ (વિવાદ), અમદાવાદ રામા તા.૧૬/૦૩/૧૨ના રોજ ફેરતપાસ અરજી રજુ કરેલ છે.

નવી શરતની જમીનમાં બાનાખતની નોંધ પાડવા બાબત

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

ગુજરાત સ૨કા૨ના મહેસુલ વિભાગના તા.૧/૧૨/૨003 ના ઠરાવ નં.હકપ-૧૦૨૩/૨૭૨૭/જ માં જણાવ્યા મુજબ હકકપત્રક (રેકર્ડ ઓફ રાઈટસ) અદ્યતન રાખવા અંગેની ધણી સુચનાઓ સ૨કારે પ્રાધ્ધ કરેલ છે.પરંતુ તેમાં ૨જી૨સ્ટર્ડ બાનાખત અંગે ગામ નમુના નં.૬ માં ફેરફાર નોંધ કરવા બાબત કોઇ સુચનાઓ નથી. જો કે ૨૦૨ટર્ડ બાનાખત એ કોઈ વેચાણ દસ્તાવેજ નથી.આવા ૨જીસ્ટર્ડ બાનાખત અંગે ઘણા કિસ્સાઓમાં ગામ નમુના નં.૬ માં ફેરફાર નોંધ પાડવામાં આવતી હતી અને તેના કારણે ધણી વખત સ્થળ ઉ૫૨ કબજો બદલાઈ જાય છે.આવા બાનાખતની નોંધ ગામ દફ્તરે પાડવાથી ગામ રેકર્ડ ઉપરની પરિરિતિ અને પ્રત્યક્ષ કબજાની પિિર્શતની સુસંગતતા જળવાતી ન હતી.એક જ વ્યકિત એક જ મિલકતના અનેક માણસો સાથે બાનાખત કરવાથી કાનુની પ્રશ્ના ઉદભવતા હોય છે.બાનાખત કર્યા પછી ધણી વખત વેચાણના સોદા રદ થઈ જતાં હોય છે.વળી ૨જીસ્ટર્ડ બાનાખત અને છેવટનો દસ્તાવેજ થતાં બંને વ્યવહારોની ગામ દફતરે નોંધ પાડવાથી એક જ પ્રકારના ફેરફારની બે નોંધ પડે છે.આ ઉપરાંત ૨૭૨ટર્ડ બાનાખતની ગામ નમુના નં.૬ માં ફેરફાર નોંધ પડ્યા પછી પાછળથી આખરી દરતાવેજ ન કરાવતાં સ્ટેપની ચોરીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે.આમ આ રીતે નોંધ પાડવાથી અસંખ્ય કાયદાકીય પ્રશ્નો ઉર્પાસ્થત થવા સંભવ છે.આથી ૨જીસ્ટર્ડ બાનાખતના આધારે ગામ નમુના નં.૬ માં નોંધ પાડવી કે કેમ ? તે અંગે નિર્ણય લેવાની બાબત સ૨કા૨શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.આમ,આ અંગે પુખ્ત વિચારણાને અંતે એવું નકકી કરવામાં આવ્યું છે કે જયારે પણ ૨૭૨ટર્ડ બાનાખત અંગેની માહિતી મામલતદાર તરફથી તલાટીને મળે ત્યારે તેની ગામ નમુના નં.૬ માં ફેરફાર નોંધ પાડવી નહી. આમ બાનાખતના આધારે નોંધ પાડવાની રહેતી નથી.

અ૨જદા૨ની રીવીજન અરજીમાં કરેલ રજુઆત મુજબ અરજદાર દ્વારા વાદગ્ર૨ત જમીન બાનાખતના આધારે વેચાણ રાખેલ છે.વધુમાં,અ૨જદા૨ તરફે ૨૭૨૮૨ દસ્તાવેજથી વેચાણ થયાના આધાર કામમાં રજુ કરેલ નથી.અ૨જદા૨ માત્ર બાવખતના આધારે વાગ્રસ્ત જમીનમાં હકક હિસ્સો હોવાની રજુઆત કરે છે.આમ,અ૨જદા૨ની ૨જુઆત તેઓના હકક હિત અંગેની તથા દિવાની પ્રકા૨ની હોઇ,અ૨જદા૨ે તે અંગે દિવાની કોર્ટ રાહે દાદ મેળવવાની રહે છે.

અ૨જદા૨ની ફેરતપાસ અરજી નામંજુર કરી કલેક્ટરશ્રી, પાટણના તા.૨૯/૧૨/૨૦૧૧ના હુકમ નં. આરટીએસ રીવીજન ૨૧૮/૧૧ કાયમ રાખવાનું ઠરાવવામાં આવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો : -

(૧) ગુજરાત સ૨કા૨ના મહેસુલ વિભાગના તા.૧/૧૨/૨૦૦૩ ના ઠરાવ નં.હકપ-૧૦૨૪૦૩/૨૭૨૭/જ(રેકર્ડ ઓફ રાઈટ્સના સંર્દભે)

(૨) હુકમના સમર્થનમાં સક્ષમ કોર્ટના અવલોકને લેવામાં આવેલ હુકમોની વિગતો (સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયામાં સ્પેશિયલ લીવ પીટીશન (સી) નં. ૧૩૯૧૭/૨૦૦૯ ના તા. ૧૦-૧૧-૨૦૧૧ ના જજમેન્ટ)

સુપ્રિમકોર્ટ ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ લીવ પીટીશન (સી) નં. ૧૩૯૧૭/૨૦૦૯ ના તા. ૧૦-૧૧-૨૦૧૧ તા જજમેન્ટમાં ઉલ્લેખ કરેલ છે કે, : ... General Power of Attorney Sales (for short GPA Sales) or sale Agreement/General Power of Atterney/Will transfers (for short SA/GPA/WILL transfers.)...these kinds of transactions were evolved to avoid prohibitions/conditions regarding certain transfers, to avoid payment of stamp duty and regisration charges on deeds of conveyance, to avoid payment of capital gains on transers, to invest unaccounted money (black money) and to avoid payment of 'unearned increases' due to Development Authorities on transfer.... These transcations are not to be confused or equated with genuine transactions.

પેરા નં. ૩ માં ઉલ્લેખ કરેલ છે કે ...P The ill-effects of such SA/GPA/WILL transactions (that is generation of black money. gowth of land mafia and criminalization of civil disputes) વધુમાં પે૨ા નં. ૧૫ મા ઉલ્લેખ કરેલ છે કે, ... Therefore. a SA/GPA/WILL transaction does not convey any title or create any interest in an immovable property. પેરા નં. ૧૬ મા ઉલ્લેખ કરેલ છે. ......... Such transactions cannot be relied upon or made the basis for mutations in Municipal or Revenue Records.

No comments: