પ્રથમ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નોંધ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

પ્રથમ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નોંધ

 પ્રથમ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નોંધ

હુકમ નં. :- મવિવિ/હકપ/અમદ/૯૫/૨૦૦૭ તા.૧૦/૧૦/૨૦૧૭

વાગ્રસ્ત જમીન :- મોજે-ઘુમા, તા.દશક્રોઈ, જિ.અમદાવાદ ગામના બ્લોક નં.૫૭ પૈડી વાળી જમીન

કેસની ટૂંકી વિગત :-

આ કામની ટુંકમાં વિગત એવી છે કે, મોજે-ઘુમા, તા.દશક્રોઈ, જિ.અમદાવાદના બ્લોક નં.૫૭ પૈકી વાળી જમીન સંબંધે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે ગામ નમુના નં.૬ હકકપત્રકે પડેલ ફેરફાર નોંધ નં.૬૩૫૮ સામે વાંધો અ૨જી આવતાં મામલતદારશ્રી દસ્કોઈએ તકરારી કેસ ચલાવી તેઓશ્રીના તા.૨૪/૧૧/૨૦૦૩ ના હુકમ નં.આરટીએસ /કેન્સ નં.૨૫ /૨ થી વાંધા અરજી નામંજુર કરી નોંધ મંજુ૨ ક૨વા હુકમ કરતાં તેનાથી નારાજ થઈ આ કામના સામાવાળા નં.૨ ના એ નાયબ કલેક્ટરશ્રી, વિરમગામ પ્રાંત સમક્ષ વિવાદ અરજી દાખલ કરતાં નાયબ કલેક્ટરશ્રીએ તેઓશ્રીના તા.૧૦/૧૧/૨૫ના હુકમ નં.આરટીએસ/અપીલ કેન્સ નં.૯૯/૨૪૪થી વિવાદ અરજી મંજુ૨ ક૨તાં તેનાથી નારાજ થઈ આ કામના અરજદારે ક્લેક્ટરશ્રી અમદાવાદ સમક્ષ રીવીઝા અરજી દાખલ કરેલી. જે રીવીઝન અરજી કલેકટરશ્રીએ તા. ૨૫/૭/૨૦૦૭ ના રોજ નામંજુર કરેલ અને નાયબ કલેક્ટરશ્રી વિરમગામ પ્રાંત-અમદાવાદનો વાદગ્રસ્ત હુકમ તા.૧૦/૧૧/૨૦૦૫ નો કાયમ રાખવા હુકમ કરવામાં આવેલ.

પ્રથમ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની નોંધ

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમઃ-

મોજે-ધુમા, તા.દશક્રોઈ, જિ.અમદાવાદના બ્લોક નં.૫૭ પૈકી વણવહેંચાયેલ ૧/૩ હિસ્સા પુરતી જમીન સંબંધે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે આ કામના અ૨જદા૨નું નામ દાખલ કરતી ફેરફાર નોંધ નં.૬૩૫૮ ક૨વામાં આવેલ. વાદવાળી જમીન સંબંધે આ કામના અરજદાર તથા સામાવાળા નં.૨ બંન્ને એ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે દાદ માંગેલ છે. પ્રશ્નાવાળી જમીન સંબંધે મુળ માલીકો આ કામના સામાવાળા નં.૩ દ્વારા અ૨જદા૨ તથા સામાવાળા નં.૨ ની તરફેણમાં ૨જીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે. વાદગ્રસ્ત ફેરફાર નોંધ નં.૬૩૫૮ આ કામના અરજદારે તેઓની તરફેણમાં કરાવેલ ૨જીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં. ૨૬૧૦ તા.૦૮/૧૦/૨૦૦૧ ના આધારે કરવામાં આવેલ છે. મામલતદારે અ૨જદા૨ની તરફેણમાં ક૨વામાં આવેલ દસ્તાવેજ માન્ય રાખી નિર્ણય કરેલ છે, પ્રાંત અધિકારીશ્રીએ સામાવાળા નં.૨ ના એ તેઓ સમક્ષ રજુ કરેલ રજીસ્ટાર દસ્તાવેજ નકલ આધારે તે દસ્તાવેજ અનુક્રમ નં. ૪૮૩૫ તા.૨૪/૦૮/૨૦૦૪ના રોજ નોંધાયેલ છે પરંતુ સદ૨ દસ્તાવેજ સબ રજીસ્ટાર રૂબરૂ તા.૧૮/૦૫/૨૦૦૦ના રોજ રજુ થયેલ અને માત્ર કલમ-૩૨-ક ના કારણે દસ્તાવેજ પેન્ડીંગ હતો જેના આધારે મામલતદારનો હુકમ ૨૯ કરેલ. વાદગ્ર૨ત જમીન સંબંધે મુળ માલીકો દ્રારા તા.૮/૧૦/૨૦૦૧ના રોજ કરી આપેલ વેચાણ દસ્તાવેજ અગાઉ તા.૧૦/૦૨/૯૭ના રોજ તેઓશ્રીની તરફેણમાં બાનાખત કરી આપેલ જે રજુઆત ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી. બાનાખતથી તબદીલી થતી નથી ફકત બે પક્ષકારો વચ્ચેનો તેમાં ઉલ્લેખેલ વિગતો/શરતો બાબતનો કરાર છે પરંતુ જયાં સુધી બાનાખતા સંદર્ભે રજીસ્ટાર વેચાણ દસ્તાવેજની કાર્યવાહી પુર્ણ ન થાય ત્યાં સુધી બાનાખત હોલ્ડરને મિલક્ત પરત્વે કોઇ હક્ક મળવાપાત્ર નથી. આ કામના સામાવાળા નં.૨ ની તરફેણમાં થયેલ વેચાણ દસ્તાવેજ સબ રજીસ્ટાર રૂબરૂ તા.૧૮/૦૫/૨૦૦૦ના રોજ રજુ થયેલ હતો. રજીસ્ટાર રૂબરૂ રજુ કરવામાં આવે ત્યારથી તેનો અમલ કરવાનો રહે છે. આ જમીનના મુળ માલીકો દ્રારા સામાવાળા નં.૨ ની ત૨ફેણમાં તા.૧૮/૦૫/૨૦ના રોજ સબ રજીસ્ટાર રૂબરૂ હાજ૨ ૨હી ૨જીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપ્યા બાદ, જમીનની અવેજની પુરેપુરી ૨કમ મેળવી લીધા બાદ ખરેખર તો તેઓ અન્ય દસ્તાવેજ કરવા હકકદાર ન હતાં, તેમ છતાંય તેઓએ આ કામના અરજદારની તરફેણમાં તા.૦૮/૧૦/૨૦૦૧ના રોજ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપેલ છે. આ અંગે નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા એ આર.આર. ૧૯૬૫ એસ.સી ૪૩૦ કેસમાં આપેલ ચુકાદા મુજબ જે કિસ્સામાં બે દ૨તાવેજ થયેલ હોય તેવા કિરસામાં જે દસ્તાવેજ રજીસ્ટેશન માટે પ્રથમ રજુ થયેલ હોય તે માનવાનો રહે. વાદગ્રરત જમીન સંબંધે બંન્ને પક્ષકારોએ તેઓની તરફેણમાં કરાવેલ વેચાણ દસ્તાવેજ વિવાદીત બ્લોક નં.૫૭ પૈકીની,૧/૩ હિન્સા પુરતી જમીન બાબતેનો દસ્તાવેજ કરાવેલ છે. આ અંગે મુળ માલીકો કે વેચાણ રાખનાર આ કામના પક્ષકારો દ્વારા એકત્રીકરણ કાયદાની કલમ-૩૧ હેઠળ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવેલ હોવાનું જણાતુ નથી. સામાવાળાનો પ્રથમ ૨ી૨ટ૨ દ૨તાવેજ છે. તેથી ટી.પી.એકટ મુજબ તે અમલમાં રહે. આ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના SCA NO.6657/16 નો ચુકાદો ધ્યાને લેવાપાત્ર છે. વધુમાં વણવહેંચાયેલ હિસ્સો તમામ કબજેદારોની સંમતિ વિના તબદીલ ન થાય.


અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટરશ્રી, અમદાવાદ નો તા.૨૫/૭/૨૦૦૭ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-

(૧) જમીન મહેસુલ કાયદાની કલમ-૧૩૫-સી માં કરેલ જોગવાઈ (૨) બાનાખત બાબાનો નામદાર ગુજરાત હાઇકોર્ટ ના એસ.સી.એ.નં.૬૬૫૭/૨૦૧૬ નો ચુકાદો

(૩) ટાઉન પ્લાનીંગ એકટની કલમ

(૪) ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ-૫૪

No comments: