નવી અને અવિભાજય શરતે આપેલ જમીન બાબત
| હુકમ નંબર :- વિવિ/જમન/૨૪૮/૨૪/૧૩ તા.૧૮-૨-૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે – હરીયાસણના સ.નં. ૧૦૭ પૈકી એ. ૬-૦૦ ગુ. જમીન
કેસની ટૂંડી વિગત :-
નાયબ કલેકટરશ્રી ગોંડલના તા. ૧-૨-૧૯૭૮ ના હુકમથી જુદા જુદા ૧૧ ઇસમોને સાંથણીમાં નવી અને અવિભાજય વિડીયાંદીત શ૨તે જમીન આપવામાં આવેલી. જે શરતભંગ થતાં મુળ હુકમ ૨દ ક૨ી શ૨તભંગ બદલ જમીન સરકાર દાખલ કરવા હુકમ કરેલ હતો. જેનાથી નારાજ થઇ અરજદારશ્રીએ કલેકટરશ્રી સમક્ષ રીવીઝન અરછ કરેલ હતી. કલેકટરશ્રીએ તેઓના તા. ૧-૧૨-૧૨ થી અરજદારની રીવીઝા અશ્ક નામંજુર કરેલ હતી. જેનાથી નારાજ થઈ. અરજદારશ્રીએ અત્રે સમક્ષ ફેરતપાસ અરજી કરેલ હતી. અત્રેના તા. ૧૮-૨-૧૭ ના હુકમથી અરજદારની રીવીઝન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ છે.
એસ.એસ.આર.ડી. ના તારણ અને હુકમ :-
પ્રસ્તુત કેસમાં અ૨જદા૨ ગામે રહેતા નથી. સમન્સ મુદત નોટીસ મોકલતા આ નામની પાર્ટી ગામે રહેતી નથી. પોસ્ટ ખાતાના રીમાર્કસ સાથે પરત આવેલી છે. અ૨જદા૨ો વાદગત જમીન સને : ૧૯૭૮ માં સાંથણીમાં આપવામાં આવેલ છે. ત્યારબાદ આજ દિન સુધી પડતર રહેલ છે. ગામ નમુના નં. ૭૧૨ માં પણ સને : ૧૯૭૮ થી ૧૯૮૧ સુધી પડત૨ ૨હેલ છે. સને : ૧૯૮૬ માં તલાટી કમ મંત્રીશ્રી હરીયાસણએ પંચ રોજકામ રજુ કરેલ છે જે મુજબ પણ આ જમીન પડત૨ ૨હેલ હોવાનું જણાવેલ છે. આ જમીન ખેડવાણ કરેલ હોવાના કોઈ આધા૨ ૨જુ થયેલ નથી. સ૨કા૨શ્રી દ્વા૨ા પછાત વર્ગના લોકોને સ્વ. રોજગારીના હેતુથી સાંથણીમાં ખેતીના હેતુ માટે આપવામાં આવતી જમીનમાં સતત ખેતી કરીને કુટુંબનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાંથણીના હુકમની શરત મુજબ સતત ત્રણ વર્ષ પડતર રાખવામાં આવે ત્યારે શરતભંગ થયેલ ગણાય. જમીન પડત૨ ૨ાખી શરતભંગ થયેલ હોવાનું સાબીત થતું હોઇ નીચેના કચે-રીના હુકમમાં હસ્તક્ષેપ ક૨વાનું કારણ બનતું નથી.
અરજદાર અનુસુચિત જાતિના છે જેથી સ૨કા૨શ્રીના મહેસુલ વિભાગના વખતો વખતના ઠરાવ તથા કાયદાકીય જોગવાઇ દયાને લઈ પ્રથમ શ૨તભંગ બાદ સાંથણી હુકમ, સનદ, કબજા રોજકામ, સાંથણી માપણી, સ્થળ ર્સ્થાિતની વિગતો તથા જમીન સ૨કા૨ દાખલ થયા બાદ સદરહું જમીનનો કોઈ રીતે નિકાલ ન થયો હોય તો સાંથણીની જમીન રીગ્રાન્ટ અંગેની માંગણી અ૨જદા૨ દ્વારા કરવામાં આવે તો સહાનુતિપુર્વક વિચારણા કરી નિર્ણય ક૨વા કલેકટરશ્રીને જણાવેલ છે પરંતુ હાલના અ૨જદા૨ની ૨જુઆત સ્વીકા૨વાપાત્ર જણાતી નથી.
• સબબ અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટ૨શ્રીનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
܀ મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) સાંથણીમાં જમીન આપવા બાબતના તથા શરતભંગ બાબતના પરિપત્રો / ઠરાવો
No comments:
Post a Comment