જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, February 11, 2023

જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

  • રાજ્ય સરકારે જંત્રીમાં કરાયેલો વધારો એપ્રિલમાં થશે અમલી
  • જંત્રીનો ભાવનો વધારો 15 એપ્રિલથી અમલી થશે

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં નિર્ણય

ગુજરાત સરકારે જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જે બાદ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો છે. 

જંત્રી દરમાં વધારો હાલ પૂરતો મોકૂફ

રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.  



જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?

- જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ. 

રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે. 

- જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય. 

- જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.


No comments: