બિનખેતી હુકમ- વિલંબ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 14, 2023

બિનખેતી હુકમ- વિલંબ

 બિનખેતી હુકમ- વિલંબ

હુકમ નંબર :- મવિવિ/બખપ/વદ/૦૮/૨૦૧૬ તા.૨૯/૦૯/૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે.સમા તા.જી.વડોદરાના સર્વે નં.૫૩૧ થી ૨૮૨૨૭ ચો.મી.જમીન

કેસની ટૂંકી વિગત : -

પટેલ શશીકાંતભાઇ નાગરભાઇ વિગેરેએ રહેણાંકના હેતુ માટે બીનખેતી પરવાનગી મળવા અંગે કલેક્ટરશ્રી વડોદરા સમક્ષ રીવીજન અરજી કરતા કલેક્ટરશ્રીએ તેમના તા:૧૨/૧૦/૧૨ના હુકમ થી જમીન મહેસુલ કાયદાની કલમ-૫ તથા જમીન મહેન્સુલ નિયમોના નિયમ-૮૧(૨) તેમજ સ૨કા૨શ્રીના તા:૦૧/૦૭/૦૮ ના ઠરાવની જોગવાઇ હેઠળ રહેણાંકના હેતુ માટે બીનખેતીની પરવાનગી આપવા હુકમ કરતાં આ હુકમ સામે અરજદારોએ અત્રેની કચેરીમાં ફેરતપાસ અરજી રજુ કરેલ છે.

* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

પક્ષકારોની લેખિત અને મૌખિક રજુઆત તથા વાદગ્રસ્ત હુકમ, રજુ થયેલ આધાર પુરાવા વિગેરે ધ્યાને લેતા પ્રશ્ન વાળી જમીન ગી૨ધ૨માઈ ૨ણછોડભાઇની માલીકી કબજા ભોગવટાની આવેલી હતી અને તેઓનું અવસાન થતાં, વારસાઇ હક્કે ફેરફાર નોંધ નં.૧૨ થી બાઇ નાથી તે ગી૨ધ૨ ૨ણછોડની વિધવાના નામે દાખલ કરવામાં આવેલ, ત્યારબાદ ત્રણેય નંબરો એકત્ર થતાં, સ.નં.૫૩૨ ફેરફાર નોંધ નં.૬પ થી આપવામાં આવેલ. ત્યારબાદ (૧) બાઈ ાથી તે ગી૨ધ૨ભાઇ રણછોડભાઇ ની વિધવા તથા તેઓની બે દીકરીઓ (૧.૧) બાઈ પુંજી તે ગી૨ધ૨ભાઇ રણછોડભાઇની દીકરી અને અંબાલાલ મંગળભાઈની સધવા તથા (૧.૨) બાઇ મંગુ તે ગી૨ધ૨ભાઇ રણછોડભાઈની દીકરી અને ફતેસંગ મોહનભાઇની સધવા પાસેથી તા:૨૬/0૨/૬૯ ના વેચાણ દસ્તાવેજથી હાલના પ્રતિવિવાદીઓના વડીલ શ્રી પટેલ નાગરભાઇ લલ્લુભાઇએ વેચાણ રાખતાં તે અંગેની ફેરફાર નોંધ નં.૧૩૭૨ તા.૨૧/૦૬/૬૯ થી પાડવામાં આવેલ. જેની કલમ-૧૩૫-ડી ની નોટીસો ઉક્ત તમામને બજાવવામાં આવેલ છે પરંતુ બાઇ નાથી તે ગી૨ધ૨ ૨ણછોડની વિધવા તા:૦૩/૦૪/૯ ના રોજ મૈયત થતાં, તેઓને નોટીસ બજાવ્યાંનાં અંગુઠાનું નિશાન લીધેલ હોઇ, શંકાશીલ હોઇ, સર્કલ ઓફીસરશ્રી એ તેઓના શેરામાં તે મુજબ વિગત દર્શાવી નોંધ નામંજુ૨ ક૨વામાં આવતાં, વાદવાળી જમીન અંગેની રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની વેચાણ ફેરફાર નોંધ નં.૧૪૭ તા:૨૧/૯/૬૯ ના રોજ પાડવામાં આવેલ અને તેની કલમ-૧૩૫-ડી ની નોટીસો મૈયત બાઇ નાથીની બંને દીકરીઓ બાઈ મંગી તથા બાઇ પુંછને બજાવી, આ વેચાણ નોંધ નં ૧૪૦૭ સર્કલ ઓફીસરશ્રીએ તા.૦૭/૧૧/૬૯ ના રોજ મંજુ૨ ક૨વામાં આવેલ છે. સદ૨ રાને-૧૯૬૯ માં મંજુર કરેલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની ફેરફાર નોંધ નં.૧૪૭ નોંધ હાલના વિવાદીઓના વડીલે હાલના પ્રતિતિવાદીઓના વડીલને વેચાણ આપેલી નહી કે વેચાણ દરતાવેજ કરી આપેલ નથી કે કોઇ વેચાણ અવેજ સ્વીકારેલ નથી પરંતુ પ્રતિવિવાદીઓ દ્વારા ખોટા અને બનાવટી દતાવેજ કરાવી લીધેલ છે. તે અંગે વડોદરાના ચીની, સીવીલ જજશ્રી ની કોર્ટમાં રે.દી.મુ.નં.૪૧૬૨/૧૫ દાખલ કરેલ છે અને પેન્ડીંગ છે. નોંધ મંજુ૨ થયાબાદ પણ મંગીબેન કે પુંજીબેનની હયાતી સુધી અને તેમની હયાતી બાદ અત્યાર સુધી તેમાનાં વારસો દ્વારા પડકારવામાં આવેલ નથી ૪૫ વર્ષના લાંબા ગાળા બાદ ત્રીજી પેઢીના વારો દ્વારા નોંધ પડકારી રહ્યા છે. જે કાયદા મુજબ ચાલવાપાત્ર નથી. વાદવાળી જમીન અંગે ટ્રીબ્યુનલ મામલતદારશ્રીએ ગણોતધા૨ા કલમ-૨(૬) નો ભંગ બદલની નોટીસ કલમ-૮૪(સી) હેઠળ મોકલેલ અને તે કામે પણ વેચાણ આપનાર તરીકે બાઇ નાથી (મૈયત) તથા બાઇ પુંજી અને બાઇ મંગીને પણ તે વખતે સાંભળવાની તક આપી મામલતદ૨થી ટ્રીબ્યુનલનએ તા:૧૨/૦૭/૮૪ ના રોજ હુકમ કરી ગણોતધારાની કલમ-૭૬(અ) હેઠળ તા:૨૭/૧૨/૮૫ ના રોજ ઠરાવ કરી ફેરતપાસમાં લેવામાં આવેલ સુચના પરત ખેંચી નીચલી કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવામાં આવતો નથી તેવું ઠરાવેલ છે. આમ સને-૧૯૮૫ સુધીમાં પણ સદર જમીન બાબતે ૨ા૨કા૨શ્રી તરફથી પણ હાલના વિવાદીઓના વડીલોને નોટીસો દ્વારા જાણકા૨ી થયેલાનું ફલીત થાય છે તેમજ વાદવાળી જમીન પ્રતિવિવાદીએ સને-૧૯૭૬ માં યુ.એલ.સી. એક્ટ 

હેઠળ ડેક્લેરેશન ફોર્મ શ્રી નંદકિશોર નાગરભાઇ પટેલએ ભરેલું હતું અને સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી વડોદરા યુ.૩ ના તા:૨૯/૦૩/૮૫ના હુકમથી વાદવાળી જમીન તેઓના હોલ્ડીંગમાંથી બાદ કરતાં સીલીંગ કરતાં ઓછી હોઇ, તેઓએ ભરેલા ડેક્લેરેશન ફોર્મ રેકર્ડ કરવા હુકમ કરવામાં આવેલ છે. પ્રાંતવિવાદીઓનો વાદવાળી જમીન ઉપર વેચાણ દસ્તાવેજ કર્યો ત્યારથી એટલે કે સને-૧૯૬૯ થી અત્યાર સુધીનો કબજો ભોગવટો છે. આ તમામ પ્રક્રીયા તથા કાર્યવાહી દરમ્યાન પણ વિવાદીના વડીલ તથા તેઓના વા૨સો દ્વારા કોઇ વાંધો કે વિરોધ કરેલ નથી. કે વેચાણ દ૨તાવેજને પડકારવામાં આવેલ નથી. અરજદારે વિલંબ માફ અંગે કોઇ વાજબી અને ાંતોષકારક કારણો જણાવેલ નથી કે આધાર પુરાવા રજુ કરેલ નથી વિલંબ બાબતે નામદા૨ સુપ્રિમકોર્ટના ૨ટેટ ઓફ ગુજરાત ઍન્ડ અધર્સ વિરુધ્ધ પટેલ રાઘવનાથા ઍન્ડ અધર મા ચુકાદામાં તા.૨૧/૦૪/૧૯૬૯ એ.આઈ.આર./૧૨૯૭/૧૯૭૦/ એસ સી ડી (૧) ૩૩૫ માં બિનખેતીના કામે એક વર્ષર્ષથી વધુ વિલંબ માન્ય રાખેલ નથી.

આમ, ઉપરોક્ત હકીક્ત નજરે વાદવાળી જમીનના વેચાણ દસ્તાવેજ વિવાદીઓના વડીલોએ, હાલના પ્રતિવિવાદીઓના વડીલને કરી આપેલ છે તેની માહીતી વિવાદીઓના વડીલ તથા તેઓના વાસો માહીતગાર હોવાનું ૨૫ષ્ટ થાય છે અને વાદવાળી જમીન કલેક્ટરશ્રી વડોદરાએ બીનખેતીની પરવાનગી પણ આપવામાં આવેલ છે આમ, વેચાણ દ૨તાવેજ થયા બાદ ૪૨ વર્ષ જેટલાં લાંબા સમયગાળા બાદ વિલંબ માની અરજી સહની અપીલ હાલના ત્રીજી પેઢીના વારસો દ્વા૨ા ક૨વામાં આવેલ છે. લીમીટેશન એક્ટ-૧૯૬૩ ની કલમ-૫ ની જોગવાઇનો બાધ ઉર્પારેશત થતો હોવાથી વિલંબ માફ કરવાનો સમયગાળો ગ્રાહ્ય રાખવાપાત્ર નથી તથા કેસના ગુણદોષ નજરે પણ વાદગ્રત મીલકત રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે તબદીલ થયેલ હોઇ તેમજ સવાલવાળી જમીનની વેચાણની નોંધ-૧૪૦૭ તા:૨૧/૯/૬૯ માં અરજદારોએ કરેલ અપીલ નાયબ કલેક્ટરશ્રી વડોદરા (શહેર) એ તા:૧૩/૪/૧૬ ના હુકમથી નામંજુર કરવા હુકમ કરેલ છે આમ નીચલી તમામ કોર્ટએ અ૨જદા૨ા વિધ્ધ નિર્ણય કરેલ હોવાથી તેમજ આ અરજી ૪૨ વર્ષના લાંબા સમયબાદ કરેલ હોઇ અ૨જદા૨ની વિલંબમા ્ અરજી ગ્રાહ્ય રાખવાપાત્ર નથી. જેથી અત્રેના તા.૨૯/૦૯/૨૦૧૭ ના હુકમથી અત્રેના ૨૭૨૮૨થી કમી કરવા હુકમ કરેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-

(૧) લીમીટેશન એક્ટ ૧૯૬૩ની કલમ-૫(૧)ની જોગવાઇ

(૨) નામ. સુપ્રીમ કોર્ટના સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ વિરૂધ્ધ શ્રાઘવ નાથા એન્ડ અઘર્ચ 1969 AIR 1297, 1970 SCD (1) 335

No comments: