ખાતેદારના મૃત્યુ બાદ કાયદેસરના વારસોની રેકર્ડમાં નોંધ કરવા બાબત. રૂા.1,000- સુધીની ફી લેવાની જોગવાઈ કરેલ છે.
અગાઉ કાયદાની કલમ ૧૩૫ (એફ) માં જોગવાઈ કર્યા મુજબ ઠરાવેલ મુદતની અંદર (ત્રણ મહિનાની અંદર) વ્યકિત ખાતેદાર રીપોર્ટ કરવામાં ગફલત કે ચૂક કરે તો તેની પાસેથી પોતાના સ્વવિવેક અનુસાર રૂા.૨૫/- સુધીની ફી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
હવે સરકારશ્રીએ એકટ નં.૭/૨૦૧૦, તા.૩૧/૩/૨૦૧૦ થી આ જોગવાઈમાં સુધારો કરી રૂા.1000- સુધીની ફી લેવાની જોગવાઈ કરેલ છે. જે વિગત તાબાના મહેસૂલી અધિકારીશ્રીઓને ધ્યાને લાવવા વિનંતી છે અને સરકારશ્રીએ બહાર પાડેલ ગુજરાત એકટ નં.૭/ર૦૧૦, તા.૩૧/૦૩/૨૦૧૦ ની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ થાય તે અંગે તાબાના મહેસૂલી અધિકારીઓને સૂચના આપવા વિનંતી છે. આ સાથે ગુજરાત એકટ નં.૭/૨૦૧૦, તા.૩૧/૦૩/૨૦૧૦ની નકલ સામેલ રાખેલ છે.
No comments:
Post a Comment