વા૨સાઇ નોંધ- રેજ્યુડીય - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, February 14, 2023

વા૨સાઇ નોંધ- રેજ્યુડીય

 વા૨સાઇ નોંધ- રેજ્યુડીય

હુકમ નંબર :- વિવિ/હકપ/છટઉ/૧૮/૨૦૧૫ તા. ૧૫/૧૧/૨૦૧૭ 

વાદગ્રસ્ત જમીન :- મોજે. છોટાઉદેપુર તા.જી.છોટાઉદેપુરના સર્વે નં.૧૯૧૨,૨૯૯,૩૧૧૦,૩૦૯૩/અ વાળી મીલકતો


કેસની ટૂંકી વિગત :-

પ્રશ્નવાળી મીલકતો સીટી સર્વે રેકર્ડમાં વારસાઇની નોંધ નં.૭૫ તા:૧૯/૨૨૦૮ ની નોંધ સીટી સર્વે સુપ્રિ.શ્રીએ તા:૨૮/૦૫/૦૯ ના રોજ પ્રમાણિત કરતાં તેનાથી નારાજ થઇ હાલના અ૨જદા૨ે મદદનીશ કલેક્ટરશ્રી છોટાઉદેપુર સમક્ષ અપીલ દાખલ કરતાં મદદનીશ કલેક્ટરશ્રીએ તા:૨૮/૦૮/૦૯ ના હુકમથી વિવાદ અરજી મંજુર કરી નોંધ નં.૭૫ ૨૯ ક૨વા હુકમ કરતાં આ નિર્ણયથી નારાજ થઈ હાલના સામાવાળાએ કલેક્ટરશ્રી છોટાઉદેપુર સમક્ષ રીવીઝન દાખલ કરતાં કલેક્ટરશ્રીએ તા:૦૭/૦૫/૧૫ ના હુકમથી વિવાદ અરજી અંશત:મંજુ૨ ક૨ી નોંધ નં.૭૯૫ રદ કરી વાદગ્રસ્ત મીલકતોમાં કાયદેસરના વારસદારોના નામો વારસાઇ હક્ક દાખલ કરી સીટી સર્વે રેકર્ડમાં નવેસરથી નોંધ ક૨વા સીટી સર્વે સુપ્રિ શ્રીને હુકમ કરતાં સદર હુકમથી નારાજ થઈ અ૨જદા૨ે અત્રે સમક્ષ તા:૧૦/૦૭/-૨૦૧૫ના રોજ ફેરતપાસ અ૨જી રજુ કરતા અત્રેના તા.૧૫/૧૧/૨૦૧૫ ના હુકમથી રીવીજન અરજી મંજુર રાખવા હુકમ કરવામાં આવેલ છે.

‎‫܀‬‎ એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

પક્ષકારોની લેખિત અને મૌખિક રજુઆત તથા વાદગ્રસ્ત હુકમ, નીચલી કોર્ટનું રેકર્ડ, રજુ થયેલ આધાર પુરાવા વિગેરે ધ્યાને લેતાં પ્રશ્ન વાળી જમીનના માલીક રમેશચંદ્ર પંડ્યા મૈયત થતાં, વારસાઇ અંગેની ફેરફાર નોંધ નં.૭૯૫થી તેમના સીધીલીટીના વારસદાર તરીકે હાલના સામાવાળા-૨ અને ના નામો દાખલ થયેલ છે, જ્યારે રમેશચંદ્ર પંડ્યાની પ્રથમ પત્ની તા:૨૮/૦૭/૦૧ ના રોજ મૈયત થયેલ છે, તથા તા:૧૦/૦૩/૩ ના રોજ હાલના પ્રતિવાદી સાથે લગ્ન કરેલ છે જે અંગેનું રાબ ૨૭૨ટા૨ જેતપુર પાવી ખાતે ૨૭૨૮૨ “લગ્ન વિજ્ઞપ્તિ” ની નોંધણી તા.૨૪/૦૪/૨૦૦૩ ના રોજ લગ્નના ૨૦સ્ટ્રાર જેતપુર-પાવીનું રજુ થયેલ છે. તથા તલાટીશ્રી, કસ્બા છોટાઉદેપુર રૂબરૂના તા:૨૩/૧૦/૦૮ ના પેઢીનામું/પંચકયાસ મુજબ હાલના અરજદાર પણ મૈયત રમેશચંદ્ર પંડ્યાના બીજી પત્ની હોવાથી તેઓ પણ રમેશચંદ્ર પંડ્યાના કાયદેસરના સીધીલીટીના વારસદાર તરીકે કાયદેશ૨નો વારસાઇ હક્ક આવેલો છે જ્યારે ફેરફાર નોંધ નં.૭૫ હાલના સામાવાળાએ તેમની રજુઆતોમાં જણાવેલ વીલ આધારે નહી પરંતુ વારસાઇ અંગેની નોંધ હોવાથી કાયદેસરના વારસદાર તરીકે હાલના અરજદારનું નામ પણ સીટી સર્વે નં.૧૯૨૧ તથા ૨૯૩૯ વાળી મીલકતોમાં દાખલ કરવાનું થતું હોવા છતાં, ફક્ત હાલના સામાવાળા-૨ અને ૩ ના નામો જ વાÅદાર તરીકે દાખલ કરવા અંગેનો સીટી સર્વે સુપ્રિ. છોટાઉદેપુરે નિર્ણય કરેલ છે. તે યોગ્ય જણાતો નથી. વાદવાળી મીલકતોમાં સીટી સર્વે રેકર્ડમાં નોંધ નં. ૭૯૫ તા:૧૯/૨/૦૮ ની વારસાઇની નોંધણી હાલના સામાવાળા- ૨ અને ૩ ના નામો દાખલ થયેલ છે. આ નોંધ સામે હાલના અરજદારે મદદનીશ કલેક્ટરશ્રી છોટાઉદેપુર સમક્ષ વિવાદ અરજી દાખલ કરતાં મદદનીશ કલેક્ટરશ્રી તા.૨૮/૦૮/૦૯ ના હુકમથી પેઢીનામામાં હાલનાં વિવાદીનું નામ છે. પરંતુ વારસાઈ કે સીટી સર્વે રેકર્ડમાં તેમનું નામ આવેલ નથી, આ નોંધ વારસાઇની નોંધ છે. વીલ યાને વસીયતનો કોઇ ઉલ્લેખ થયેલ નથી. અરજદારે નીચલી કોર્ટ રામક્ષ રજુ કરેલ "લગ્નની વિજ્ઞપ્તિ” શ્રી મહાલક્ષ્મી ર્મક ટાઇલ કો.ઓ.બેંક લી.નું જોઇન્ટ ખાતાની ઝેરોક્ષ, તથા એલ.આઇ.સી. ની વિમાની પહોંચ તેમજ મતદારયાદીમાં પેઢીનામામાં વિવાદીના નામ સાથે રમેશચંદ્ર પંડયાનું નામ ચાલે છે. તમામ વિગતો ધ્યાને લેતાં વિવાદી સીધીલીટીના વારસદાર તરીકે મીલકતોમાં નામ દાખલ થવાપાત્ર છે. તેવા તારણ સાથે મદદનીશ કલેક્ટરશ્રીએ હુકમ કરેલ છે. સવાલવાળી મીલક્ત સંબંધે મદદનીશ કલેક્ટરશ્રી છોટાઉદેપુરે તા:૨૮/૮/૯ ના ઠુકમ સામે હાલના સામાવાળા-૨ તથા ૩એ કલેક્ટરશ્રી વડોદરા સમક્ષ રીવીઝા અરજી દાખલ કરતાં કલેક્ટરશ્રી વડોદરાએ તા.૧૩/૦૧/૧૧ના હુકમ થી રીવીઝન અરજી "ડીરામી ફોર ડીફોલ્ટ” ગણી કાઢી નાખવા કેસ ૨૭૨ટરેથી કમી કરવા હુકમ કરેલ છે. તેમ છતાં હાલના સામાવાળા-૨ અને ૩ એ પુન: કલેક્ટરશ્રી છોટાઉદેપુર સમક્ષ વિવાદ અરજી કરેલ જેથી સામાવાળા-૨ અને ૩ નો ઇરાદો શુધ્ધ-બુધ્ધી પુર્વકનો નથી. ક્લેક્ટરશ્રી છોટાઉદેપુર સદર વિવાદ અરજી ના કામે તેઓના તા:૦૭/૦૫/૨૦૧૫ નાં હુકમ નં.સી.ટી.એસ./અપીલ/૧/૨૦૧૩/ વશી/૧૮૦૬/૨૦૧૫ થી વિવાદ અરજી અંશત: મંજુર કરી કામ રીમાન્ડ કરેલ છે. આમ, મદદનીશ કલેક્ટરશ્રીના તા:૨૮/૦૮/૦૮ ના હુકમ સામે અગાઉ ક્લેક્ટરશ્રી વડોદરાએ તા:૧૩/૦૧/૧૧ ના હુકમથી નિર્ણય કરેલ હોવાથી "રેસજ્યુડીકેટા"નો બાધ નડે છે. રાજ્યુડીકેટા બાબતે સીવીલ પ્રોસીજર કોડની કલમ-૧૧માં જણાવ્યાં મુજબ, Resjudicata: “No Court shall try any suit or issue in which the matter directly and substantially in issue has been directly and substantially in issue in former suit between the same parties under whom they or any of the claim, litigating under the same title in a Court competent to try such subsequent suit or the suit in which such issue has been subsequently raised and has been heard and finally decided by such court" આમ રેસજ્યુડીકેટનો બાધ નડે છે. તદ્દઉપરાંત નામદાર સુપ્રિમ કોર્ટનો (૧૯૯૯) ૫ એસસીસી ૫૦ હોય પ્લાટેશન લી.વિરુધ્ધ તાલુકા લેન્ડ બોર્ડ,પ્રીમેડ અને બીજાઓ નો ચુકાદો ધ્યાને adi, "Rule of resjudicata prevents the parties to a judicial determintion from litigating the same question over again even though the determintion may even be demonstratedly wrong.when the proceeding have attained finality,parties are bound by the judgement and are estopped from quetioning it. They cannot litigate again on the same cause of action nor can they litigate any issue which was necessary for decision in the earlier litigation"

It is the settled principle of law that the decision should attain finality, when between the parties on the same subject matter, the dispute is already decided, the simialar proceedings thereafter are not maintainable. The present proceedings are barred under the “ principles of Issue Estopple and therefore deserve to be dismissed." આમ ઉક્ત હકીકતો ધ્યાને લેતાં અ૨જદા૨ની ફેરતપાસ અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે. ક્લેક્ટરશ્રી છોટાઉદેપુરનો તા:૦૭/૦૫/૨૦૧૫ નો વાદગ્રા હુકમ કાયદેસરતો જણાતો ન હોવાથી તથા રેસજ્યુડીકેટાનો બાધ ઉર્પારેશત થતો હોવાથી તેમાં હસ્તક્ષેપ ક૨વો ઉચિત જણાય છે. અરજદારશ્રીની રીવીજન અ૨જી ગુણદોષ જોતા મંજુ૨ ક૨ી કલેક્ટરશ્રી વડોદરાનો તા.૦૭/૫/૨૦૧૫ નો હુકમ ૨દ કરેલ છે,


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો:-

(૧) હિંદુ વારસા ધારો, ૧૯૫૬

(૨) રેસજ્યુડીકેટા બાબતે સીવીલ પ્રોસીજર કોડની કલમ-૧૧ (૩) નામદાર ોપ્રમ કોર્ટનો (૧૯૯૯) ૫ એસસીસી ૫૯ હોય પ્લાંટેશન લી.વિરુધ્ધ તાલુકા લેન્ડ બોર્ડ, પ્રીમેડ અને બીજાઓ નો ચુકાદો

No comments: