ALC ફાજલ જમીન સાંથણી બાદ શરતભંગ બદલ સરકાર દાખલ
હુકમ નંબર :- વિવિ/જમન/અમલ/૧૫/૨૦૧૫ તા.૧૮/૦૮/૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.મોટા ઉજળા તા.વડીયા જી.અમરેલીના સર્વે નં.૨૧૩ પૈકીની હે.આરે.૧-૬૧- ૮૮ ચો.મી જમીન.
કેસની ટુંડી વિગત :-
મોજે-મોટા ઉજળા, તા.વડીયા ગામના સ.નં.૨૧૩ પૈકીની હે.આરે.૧-૬૧-૮૮ ચો.મી જમીન શ્રી મોતીરામ ગંગારામને ખેત જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ જમીન નાયબ કલેક્ટરશ્રી, અમરેલીના હુકમથી સાંથણીમાં ફાળવવામાં આવેલ હતી, સાંથણીદારનું અવસાન થતાં નોંધ નં.૫૬૬ થી તેમના સીધીલીટીના વારસદારોના નામે વારસાઇ થયેલી. આ જમીન જુની શરતમાં ફ૨તા તે અંગેની હક્કપત્રક નોંધ નં.૨૪૫૨ દાખલ થયેલ છે. સાંથણીદારતા વારોએ આ જમી ૨૦૨ટ૨ દ૨તાવેજ નં.૩૭ તા-૨૨/૧/૦૪ થી વિવાદીને વેચાણ આપતા તે અંગેની ફેરફાર નોંધ નં.૨૪૫૮ પડેલી. ખેત જમીન ટોચ મર્યાદાધારાની જોગવાઇ મુજબ સાંથણીમાં મળેલ જમીન વેચાણ કરતા પહેલા સમક્ષ અધિકારીશ્રીની પુર્વ મંજુરી મેળવી જરૂરી હોય,આવી કોઇ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ વ્યવહાર થયેલ હોવાથી નાયબ કલેક્ટરશ્રી, અમરેલીએ તેમના શરતભંગ કેન્સ નં.૧/ ૧૦ તા-૨૪/૫/૧૦૦ના હુકમથી સવાલવાળી જમીનનું વિવાદીને થયેલ વેચાણથી ટોચમર્યાદા કાયદાની કલમ-૩૦ ની જોગવાઇઓના ભંગ થયાનું સર્ગાબત માની જમીન સરકાર દાખલ કરવા હુકમ કરેલ છે. જે હુકમથી નારાજ થઈ વિવાદીએ પ્રથમ ગુજરાત મહેસુલ પંચ, અમદાવાદ સમક્ષ ત્યારબાદ અધિક સચિવશ્રી (વિવાદ) ને ફેરતપાસણી અરજી કરેલ, છેવટે તા-૧૪/૫/૧૪ ની હાલની વિવાદ અરજી દાખલ કરેલી કલેક્ટરશ્રીએ તેમની રીવીઝન અરજી નામંજુર કરવા હુકમ કરેલ. જે હુકમ સામે અરજદારે અત્રે સમક્ષ તા.૨૭/૦૨/૧૫ના રોજ જમીન મહેસુલ કાયદાની ક્લમ-૨૧૧ હેઠળ રીવીજન અરજી તથા મનાઈ અરજી દાખલ કરેલ છે, મનાઈ અરજી સબબ તા.૧૮/૧૨/૧૫ના રોજ અત્રેથી મનાઈ અરજી નામંજુર કરવા હુકમ કરેલ. ત્યારબાદ રીવીઝન અરજી અત્રેના તા.૧૮/૮/૨૦૧૭ના હુકમથી નામંજુર કરી કલેકટરશ્રીનો હુકમ કાયમ રાખવા હુકમ કરેલ છે.
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
અરજદારની રીવીઝન અરજી તથા કલેક્ટરશ્રી અમરેલીનો વાદગ્રસ્ત હુકમ રજુ કરેલ રેકર્ડાકીય આધાર પુરાવા ધ્યાને લેતાં, મોજે-મોટા ઉજળા, તા.વડીયા ગામના સ.નં.૨૧૩ પૈકીની હે.આરે.૧-૬૧-૮૮ ચો.મી જમીન ખેતજમીન ટોચ મર્યાદા ધારા તળેની ફાજલ જમીન મદદનીશ કલેક્ટરશ્રી, અમરેલીના તા-૨૪/૩/૬૯ ના હુકમથી સામાવાળાના પિતાશ્રીને એ.૪-00મું જમીન સાંથણીમાં ફાળવવામાં આવેલ છે. આ જમીન નાયબ કલેક્ટરશ્રી, અમરેલીએ તેમના તા-૧૫/૬/૨૦૦૩ ના હુકમથી જમીન જુની શરતમાં ફેરવી આપેલ છે.૨સ૨કા૨શ્રીના મહેઝ્યુલ વિભાગના પરિપત્ર ક્રમાંક:નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ (પાર્ટ-૨), તા.૪/૭/૨૦૦૮ તથા પરિપત્ર ક્રમાંક:નશજ/ ૧૦૨૦૦૬/૫૭૧/ જ (પાર્ટ-૨), તા.૪/૧૦/૨૦૧૬ ની જોગવાઇઓ મુજબ ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની નવી શરતની જમીનના સત્તાપ્રકા૨માં ફે૨ફા૨ ક૨વાની કોઈ જોગવાઇઓ લાગુ પડશે નહી તેમ ઠરાવેલ છે. તેમછતાં આ કામના વિવાદીએ વાદગ્ર૨ત હે.આરે, ૧-૬૧-૮૮ ચો.મી જમીન ૨૦૨ટ૨ વેચાણ દ૨તાવેજ નં.39, તા-૨૨/૧/૪ થી ખરીદ કરેલ છે. જે આધારેની નોંધ નં.૨૪૫૮,તા-૨૩/૨/૦૪ થી મંજુ૨ થયેલ છે. પરંતુ ખેત જમીન ટોચમર્યાદા ધારા તળે ફાજલ થયા બાદ સાંથણી થયેલ જમીનોના વેચાણના કિસ્સામાં ટોચ મર્યાદા કાયદાની કલમ-30 મુજબ લેક્ટશ્રીની મંજુરી મેળવવાની રહે છે. જેથી આવી મંજુરી વગ૨ વેચાણ થયેલ જમીનો સદર કાયદાની કલમ-૪(૪) મુજબ સરકાર હેડે દાખલ કરવાની થાય છે. જેથી સ૨કા૨શ્રીની પ્રવર્તમાન સુચનાઓ ધ્યાને લઇ સવાલવાળી જમીન પુર્વ મંજુરી મેળવ્યા સિવાય ગેરકાયદેસર વેચાણ વ્યવહા૨ સબબ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ-૩૦ (૪) ની જોગવાઇ તળે જમીન સ૨કા૨ દાખલ કરવાનો કરેલ હુકમ યોગ્ય અને વ્યાજબી છે. આમ કલેક્ટરશ્રી, અમરેલીએ કેસનો અભ્યાસ કરીને રેવન્યુ /મહેસુલી રેકર્ડની ચકાસણી કરીને તારણો કાઢીને હુકમ કરેલ છે. જે મહેસુલી કાયદા-નિયમો- પરિપત્રોની જોગવાઇઓ ધ્યાને લેતા ન્યાયી અને વ્યાજબી જણાય છે. જેથી કલેક્ટરશ્રી, અમરેલીનો વાદગ્રસ્ત હુકમ યોગ્ય હોઈ તેમાં હસ્તક્ષોપ કરવો ઊંચત જણાતો નથી.
અરજદારશ્રીની રીવીઝન અ૨જી ગુણદોષ જોતા નામંજુ૨ ક૨ી. કલેક્ટરશ્રી, અમરેલીનો તા.૨૩/૦૧/૨૦૧૫ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-
(૧) ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અર્ધનયમ-૧૯૬૦ની કલમ-૩૦ ની જોગવાઇ.
(૨) સરકારશ્રીના મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક:નશજ/૧૨૬/૫૭૧/જ (પાર્ટ-૨), તા.૪/૭/૨૦૦૮ તથા પરિપત્ર ક્રમાંક નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ (પાર્ટ-૨),તા.૪/૧૦/૨૦૧૬ ની જોગવાઈઓ,
No comments:
Post a Comment