હિન્દુ વારસાધારો ૧૯૫૬
હિંદુ કાયદો મુખ્યત્વે રૂઢિઓ પર આધારીત છે. હિંદુ કાયદાની વિચાર શાણી પ્રમાણે પદો ફક્ત ધર્મની શાખા હતી ધર્મ એટલે આપને જે અર્થમાં સમજીએ છીએ તે નહી પરંતુ ધર્મ એટલે ધાર્મિક, નૈતિક, સાબાજીક અને કાનુની ફરજો અને જવાબદારીઓનો સમૂહ હિંદુ કાયદામાં અલગ અલગ વિભાગો પાઠવામાં આવ્યા છે જેવા કે (૧) હિંદુ કાયદાના સિધ્ધાંતો (૨) હિંદુ લગ્ન ધારો ૧૯૫૫ (૩) હિંદુ વારસાધારો ૧૯૫૬ (૪) હિંદુ દત્તક વિધાન અને ભરણ પોષણ ધારો ૧૯૫૬ અને (૫) હિંદુ સગીરત્વ અને વાળ પાનાની ધારો ૧૯૫૬,
હિંદુ વારસાધારો ધડવાની દિશામાં સા પ્રથમ પગલું શ્રી એ. સી. દત્તાના ૧૮ ફેબ્રુ ૧૯૩૯ના રોજ કેન્દ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવેલ ખરડાથી ભરાળુ હતુ આના અનુસંધાનમાં સરકારશ્રી ઐક સમિતિની રચના કરી અને હિંદુ વારસાધારો ૧૯૫૬ અને હિંદુ લગ્ન ધારો ૧૯૫૫માં અમલમાં આવ્યી અને જમ્મુ અને કાશ્મીર રાજય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડથી
આ કાયદાની જોગવાઈ પ્રમાણે હિંદુ કોને કહેવાય ? તો જે ધર્મથી મુસ્લીમ, ખ્રીસ્તી, પારસી અને યહુદી નથી તેવી બધી જ વ્યકિતઓને હિંદુ કાયદો લાગે છે જે હિંદુ છે જૈન છે શીખ છે અને બૌધ્ધ ધર્મ પાળતી વ્યકિતઓ હિંદુ છે.
હિંદ કાયદો કોને લાગુ પડે ?
(૧) ફકત જન્મથી જ નહી પરંતુ ધર્મથી પણ જૂઓ હિંદુ છે.
(૨) હિંદુ ધર્મમાં ધર્માન્તર કરીને આવેલી વ્યકિતઓને
(3) હિંદુ ધર્મનો ત્યાગ કરીને ગયેલી પરંતુ પ્રાયશ્ચિત કરીને ફરી પાછી હિંદુ ધર્મમાં આવેલી.
(૪) જેમના માતા પિતા હિંદુ હોયા તેમના અનારસ બાળકો.
(૫) બિન હિંદુ પિતાના હિંદુ માતાથી થયેલ અને હિંદુ તરીકે ઉછેરવામાં આવેલ અનારસ બાળકો.
(૬) શુદ્ર તરીકે ગણવામાં આવતા બંગાળીઓ
(7) નાયક જ્ઞાતિના જે ઈસ્લામમાંથી ધર્માન્તર કરીને આવ્યા હોય તેમના પુત્રો જેઓને હિંદુ તરીકે ઉછેરવામાં આવ્યા હોય.
નીચેની વ્યકિતઓને હિન્દુ કાયદો લાગુ પડતો નથી.
(૧) હિંદુ પિતાના ખ્રિસ્તી માતાથી થયેલ અને ખ્રિસ્તી તરીકે ઉછેરવામાં આવેલ બાળકો
(2) હિંદુ પિતાના મુસલમાન માતાથી થયેલ અનારસ બાળક.
(૩) ખ્રિસ્તી ધર્મમાં ધર્માન્તર કરેલ હિંદુઓ,
(૪) ઈસ્લામ ધર્મમાં ધર્માન્તર કરેલ હિંદુઓ
(૫) હિંદુઓના એવા સમુહને કે જેમને શાસ્ત્રમાં જણાવેલ ધર્મ અને રિવાજોથી જુદો જ પંચ સ્વીકાર્યો હોય
હિંદુ વારસાધારાની કલમ-૮ મુજબ જો કોઈ હિંદુ પુરૂષ અવસ્તિમંતી ગુજરી જાય તો તેની મિલકત જુદા જુદા વર્ગમાં આવેલ વારસદારો પૈકી કયા વારસદારો હકદાર થાય છે તે માટે તેના વિભાગ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
જો કોઈ હિંદુ પુરૂષ અવશીપતી ગુજરાતી જાય તો તેના પ્રથમ વર્ગના વારસદારો પહેલા વિભાગમાં આવે છે જો પહેલા વિભાગમાં કોઈ જ વારસદારો જીવતા ન હોય તો બીજા વિભાગના વારસદારો હકદાર થાય છે બીજા વિભાગમાં પણ કોઈ જીવીત ન હોય તો ત્રીજા વિભાગના અને ત્રીજા વિભાગમાં કોઈ ન હોય તો ચોથા વિભાગમાં આમ ચાર વિભાગના વર્ગીકરણ કરવામાં આવ્યુ છે જે નીચે મુજબ છે.
(૧) વિભાગ-૧ના વારસદારો
- પુત્ર, પુત્રી, વિધવા – માતા
- પૂર્વયુત પુત્રનો પુત્ર, પુત્રી
- પૂર્વયુત પુત્રીનો પુત્ર, પુત્રી
- પૂર્વયુત પુત્રની વિધવા
- પૂર્વયુત પુત્રના પૂર્વયુત પત્રનો પુત્ર, પુત્રી વિધવા
(ર) બીજા વિભાગના વારસદારો
- પિતા, પુત્રની પુત્રીનો પુત્ર, પુત્રી
- ભાઈ – બહેન – પુત્રીના પુત્રનો પુત્ર, પુત્રી
- પુત્રીની પુત્રીની પુત્રી, પુત્ર
(૩) વિભાગ ત્રણના વારસદારોમાં
- પિતાના પક્ષે વારસદારો
(૪) વિભાગ-૪ના વારસદારો
- માતૃપક્ષે વારસદારો.
હિંદ સ્ત્રીની મિલકત અને તેની વહેંચણી :
હિંદુ સ્ત્રીની મિલકત સ્ત્રીધન તરીકે ઓળખાય છે. જે મિલકત સ્ત્રી ધન તરીકે ઓળખાય છે તે મિલકતને અસર કરતી શરતો આ કાયદાની જોગવાઈ મુજબ લાગુ પડવી જોઈએ અને આ શરતો નીચે મુજબ છે.
(૧) હિંદુ સ્ત્રી પાસે મિલકતનો વાસ્તવિક અથવા રચનાત્મક કબજો હોવો જોઈએ.
(2) આવી મિલકતનો કબજો હિંદુ સ્ત્રીએ પોતાની મિલકત તરીકે મેળવવો હોવો જોઈએ.
3. આવી મિલકત આ કાયદાની શરૂઆત પહેલા કે પછી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. સ્ત્રી ધન તરીકે ઓળખાતી મિલકતના નીચેના મિલકતનો સમાવેશ કરવામાં આવે છે. (૧) વારસાથી મળેલી (૨) વિભાજન વખતે મળેલી (૩) વસીયતથી (૪) ભરણ પોષણના બદલામાં મળેલી (૫) લગ્ન વખતે કે લગ્ન બાદ મળેલી (૬) પોતાની કુશળતા ઘ્વારા કે શ્રમ ધ્વારા મેળવેલી (૭) પોતે ખરીદેલી (૮) અન્ય કોઈ રીતે મળેલી (૯) બક્ષીસ કે દાન પ્યારા કે એવી કોઈ રીતે પ્રાપ્ત થયેલી (૧૦) ગીર કાલીન વ્યવહાર ધ્વારા પ્રાપ્ત થયેલી.
અવસીયતી હિંદુ સ્ત્રીની બાબતમાં વારસાતા નિયમો જો કોઈ સ્ત્રી અવશીયની ગુજરી જાય તો કલમ-૧૬ મુજબ નીચે પ્રમાણે મિલકત વારસામાં જશે.
(1) પ્રથમ વર્ગના વારસદારોમાં જે પ્રમાણે અસીવી પુરૂષમાં જણાવ્યા છે તે પ્રમાણે તેમજ સ્ત્રીની મિલકત હોવાથી પતિને પણ પ્રથમ વર્ગના વારસદારમાં ગણવામાં આવે છે.
ર. બીજા વર્ગમાં પતિના વારસદારોનો સમાવેશ થાય છે.
3. ત્રીજા વર્ગમાં સ્ત્રીના માતા પિતા ભાઈ બહેન વગેરું અને તેમના વારસો
4. ચોથા વર્ગમાં સ્ત્રીના પિતૃપક્ષે
5. પાંચમાં વર્ગમાં સ્ત્રીના માતૃપક્ષે.
હિંદુ કાયદાની જોગવાઈ મુજબ મિલકતમાં વિભાજન કોણ માગી શકે ?
(1) દરેક પુખ્ય વયનો અમાંશીત જેમા પુત્ર, પાત્ર અને પ્રપાત્રનો સમાવેશ થાય છે.
(૨) સમીર સમાંશીત – દરેક સગીર સમાંશીત મર્યાદીત અધિકાર ધરાવે છે જો વિભાજન પોતાના હિત માટે હોય તો વિભાજન માગી શકે છે.
(૩) અમાંશી કવિત ખરીદનાર :- મુંબઈ, મદાસ અને મધ્ય પ્રદેશમાં અમાંશિતો પોતાના અવિભાજીત હીતની તબદીલી કરી શકે છે તેથી તેઓ વિભાજન માગી શકે છે અન્ય રાજયોમાં આવી પરિસ્થિતી નથી.
(૪) વિભાજન વખતે ગર્ભસ્થ હોય અને વિભાજન બાદ જન્મ લીધેલ હોય તેવા પુત્રો પણ વિભાજન માંગી શકે છે.
(૫) વિભાજન બાદ ગર્ભસ્થ થયેલ અને પછી જન્મ લીધેલ પુત્રો પાન પિતા પાસે વિભાજન માંગી શકે છે જો તેઓ માટે અનામત ભાગ ન રાખવામાં આવ્યો હોય તો પિતાના અવસાન બાદ પિતાની વિભાજન વખતે મળેલ મિલકત અને અંગત મિલકત વારસામાં મેળવવા હકદાર છે.
(૬) અનૌરસ પુત્રો – જેઓ ભાગ મેળવવા હકદાર નથી પરંતુ ભરણ પોષણ માગી શકે છે.
(૭) દત્તક પુત્રો –સાશિતો અને દત્તક પુત્રના અધિકારોમાં કશો તફાવત રહેતો નથી.
(૮) વિધવા માતા :– સ્ત્રી વર્ગ વિભાજન માંગી શકે નહી પરંતુ પુત્રો વિભાજન કરે તો પાત્ર જેટલો ભાગ પિતા મટી – પિતાની માતા (દાદી) વિભાજન માંગી શકે નહી પરંતુ તેના પુત્રો અને પાત્રો વચ્ચે
(૯) વિભાજન થાય તો પોતાના ભરણ પોષણ કરવાની જવાબદારી પુત્ર અને પાત્રો ઉપર નાખી શકે છે. ભરણ પોષણનો હક માંગી શકે છે.
(૧૦) સાવકી માતા – સાવકી માતા હોય તો તેને પણ માતાની પ્રમાણે હક આપવાની જવાબદારી થાય છે.
વિભાજનમાંથી બાકાત વ્યકિત.
હિંદુ કાયદા મુજબ વિભાજન મેળવવામાંથી બાકાત બે પ્રકારની વ્યક્તિઓ માટે જોગવાઈ કરવામાં આવી છે.
(૧) ખુની – ખુની વ્યકિત મિલકતમાં વારસો હક માંગી શકે નહીં.
(2) ધર્માન્તર કરેલ વ્યકિત — હિંદુ ધર્મમાંથી ધર્મના ધર્માન્તર કરેલ વ્યકિત હિંદુ ધર્મમાંથી બીજા ધર્મમાં ગયેલી વ્યકિત પણ વરસીયતમાંથી ભાગ માગી શકે નહીં.
New file 🗃️🗄️
No comments:
Post a Comment