વારસાઈ સહભાગીદાર ની સંમતી અંગે
હુકમ નં. :- હકપ/માણ/૮૦/૨૦૧૪, તા. ૨૮/૦૮/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.લાખવડ તા.જી. મહેસાણા ના બ્લોક નં ૭૮,૧૭૫ એ, ૨૮૭,૨૪૬, ૮૧૮/એ વાળી જમીન
કેસ ની ટુંડી વિગત :-
મંગુબેન કાંતીલાલ પટેલ તે શીવાભાઇ ઇશ્વરભાઇ ની દીકરી નું નામ દાખલ કરવા નોંધ નં ૪૬૦૯ પડેલ. જેની સામે ભાઈચંદભાઈ શીવાભાઈ એ વાંધો લેતા, તકરારી કેસ નં. ૭૪/૦૮ ચલાવીને મામલતદારશ્રી મહેસાણાના એ તેમના તા. ૨૬/૦૬/૨૦૦૮ ના આદેશથી નોંધ પ્રમાણીત કરેલ. સદ૨ કેસ માં અપીલ થતા નાયબ કલેક્ટરશ્રીએ નોંધ ૨દ કરવા હુકમ કરેલ છે, જેની સામે કલેક્ટરશ્રી, મહેસાણા સમક્ષ અપીલ થતાં ક્લેક્ટરશ્રી મહેસાણા એ પ્રાંત અધિકારીશ્રી નો હુકમ કાયમ રાખેલ જેની સામે અત્રે ની કચેરીમાં જમીન મહેસુલ નિયમોના નિયમ-૧૦૮(૬) (અ) અન્વયે રીવીઝન અરજી થયેલ, જે અત્રે ના તા. ૨૮/૦૮/૧૭ ના હુકમ થી નામંજુ૨ ક૨ી ક્લેક્ટરશ્રી નો હુકમ કાયમ રાખેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
આ રીવીઝન અરજી ના કામે રેકર્ડ જોતા પ્રમોલગેશનની નોંધ નં. ૧૯૬૫ તા. ૨૪/૯/૫૪ ના રોજ પડેલ છે. તે જોતા જમીનો ૧૯૫૪ થી ભાઈઓ ભાગની વહેંચણીથી ભાઈચંદભાઈ શીવાભાઈનું નામ દાખલ ક૨વામાં આવેલ. જે ત્યા૨બાદ ૧૯૬૫ માં નોંધ નં. ૯૧૪/૧૫ થી એકત્રીકરણ યોજના મંજૂર થયેલ. જેને ૧૯૫૪ થી ૨૦૦૮ સુધી અરજદારો દ્વારા વાંધો લેવામા આવેલ નથી. વાદગ્રંત જમીનમાં તેઓનો હક્ક પહોંચતો ન હોવા છતાં હાલના માલીક કબજેદાર ની સંર્થાત વગ૨ સહભાગીદારીમાં નામ ચડાવવા અ૨જ કરેલ. જે તે વખતે તેઓએ સંતિ થી હક્ક ઉઠાવી લીધેલ છે. કાયદા અનુસા૨ ૨૦૦૫ પહેલાં એટલે કે તા. ૨૦/૧૨/૨૦૦૪ પહેલા મીલકતના વસીયતનામાથી થયેલ મીલકતની વહેંચણીની વ્યવસ્થા સહિતની કોઇપણ જુદાપણાની વ્યવસ્થાને અસર થશે નહી. અને તે રીતે હિંદુ વારસા હક્ક સુધા૨ા નિયમ-૨૦૦૫ પછી પુત્રીને પણ પુત્ર જેટલો ભાગ આપવામાં આવેલ છે. પરંતુ હાલના કેસમાં કાયદા મુજબ અને સુધારેલા કાયદા મુજબ તે પહેલાં આવી જમીનો ૧૯૫૪ માં ભાઇચંદભાઇ શીવાભાઇ ખાતે દાખલ થઇ ગયેલ હોઇ હાલના અ૨જદા૨ મંગુબેન શીવાભાઇનો જમીનમાં કોઈ હિસ્સો મળી શક્તો નથી. વળી હિંદુ વા૨સા હક્ક અર્ધનિયમ-૨૦૦૫ માં કરેલ જોગવાઈ મુજબ કોઇ હિંદુ મૃત્યુ પામે ત્યારે મીતાક્ષર કાયદાનુસાર સંચાલિત હિંદુ પરીવારની પુત્રીને પણ હક્ક હિસ્સો આપવાનો કાયદો ૨૦૦૫ થી અમલમાં આવેલ છે.
રાબબ અ૨જદા૨ની રીવીજન અરજી ગુણદોષ નાધારે નામંજુર કરી અને કલેક્ટરશ્રી, મહેસાણાનો તા.૧૦/૧/૨૦૧૪ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) હિંદુ વારસા હક અધિનયમ-૧૯૫૬
(૨) હિંદુ વારા હક (સુધારણા) અધ્ધિનયમ-૨૦૦૫ ની કલમ-૬
No comments:
Post a Comment