ફળઝાડ ભાડા પટ્ટો મુદત પુરી થતાં રીન્યુ કરવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

ફળઝાડ ભાડા પટ્ટો મુદત પુરી થતાં રીન્યુ કરવા બાબત

 ફળઝાડ ભાડા પટ્ટો મુદત પુરી થતાં રીન્યુ કરવા બાબત

હુકમ નંબર:- નં.વિવિ/જમન/ગીર/૩૮/૨૦૧૬, તા.૨૦/૦૫/૧૭ 

વાદગ્રસ્ત જમીન :- મોજે. જામવાળા, તા.ઉના, જિ. ગીરસોમનાથના સ.નં. ૪૯ પૈકીની એ. ૧૨-૦૦ ગુંઠા વાળી જમીન


કેસની ટૂંડી વિગત :-

અ૨જદા૨ને જમીન ફળઝાડ હેતુ માટે 30 વર્ષના ભાડા પટે ક્લેક્ટ૨શ્રી જુનાગઢના હુકમ તા.૭-૮-૬૯ થી આપવામાં આવેલ તે મુદત પૂરી થતાં પટો રીન્યુ કરવાની માંગણી થતાં કલેક્ટરશ્રી જુનાગઢના તા.૩૦-૧૦-09 ના હુકમથી માંગણી નામંજુ૨ ક૨ી સવાલવાળી જમીન શ્રી સ૨કા૨ દાખલ કરતાં તેનાથી નારાજ થઇ અરજદારે અત્રે રીવીઝન અરજી દાખલ ક૨તાં અત્રેથી અરજદારની રીવીઝા અરજી અંશત: મંજુ૨ ક૨ી કલેકટ૨શ્રી જુનાગઢનો હુકમ ૨દ કરી ફેÁનર્ણય માટે પરત મોકલવામાં આવેલ જે અન્વયે હાલના ગીરસોમનાથ જીલ્લાના કલેક્ટરશ્રીએ તેમના તા.૩-૧૦-૧૬ના હુકમથી અરજદારની માંગણી નામંજુર કરતાં તેની સામે અરજદારે અત્રે રીવીઝન અરજી દાખલ કરેલ જે રીવીજન અરજીથી અરજદારની અરજી નામંજુર કરી કલેક્ટરશ્રીનો તા.૩/૧૦/૧૬ નો હુકમ કાયમ રાખેલ છે.

એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-

સવાલવાળી જમીન મુળ સાધુ નિર્વાણદાસ ૩૨૨વતીદા૨ાને વ્યક્તિગત નામે 30 વર્ષના ભાડાપટે આપવામાં આવેલ હતી. ત્યાર બાદ પટો રીન્યુ કરવાની માંગણી દર્શનદાસ સરસ્વતીદાસના નામે થયેલ છે. તેમની તા.૧૪-૭-૪૨ની અરજીમાં સાધુ નિર્વાણદાસ સરસ્વતીદાસ હયાત ન હોવાનો ઉલ્લેખ છે. હાલના અરજદાર ગુજરતારતા કાયદેસ૨ના વા૨સ હોવા અંગેના કોઇ આધાર પુરાવા રજુ થયેલ નથી. સવાલવાળી જમીન અંગે તા.૨૭-૨-૧૩ના રોજ સર્કલ ઓફીસરશ્રી ગીરગઢડા ધ્વારા થયેલ પંચરોજકામની વિગતે કુલ ૧૨૫ ઝાડ છે જેમાંથી બીનફળાઉ ઝાડની સંખ્યા ૧૧૬ બાદ કરતાં ફળાઉ ઝાડની સંખ્યા ફકત ૫૦૯ છે. અ૨જદા૨ તરફે કોઈ લેખિત રજુઆત થયેલ નથી ફૂંકતા ફોટોગ્રાફ રજુ કરેલ છે. અરજદાર તરફે તેમના વતી હરીદાસબાપુ હાજર રહેલ અને તેમના નામથી વકીલપત્ર ૨જુ ક૨ેલ છે. પરંતુ મુળ એલોટીના સીધીલીટીના વારસ બાબતે કોઇ અધિકૃત આધાર રજુ કરેલ નથી તેમજ પટો રીન્યુ કરવા કોઈ લેખિત સંમતિ આપેલ નથી. સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધો૨ણ મુજબ ઝાડ ઉછેરવાના પ્રયત્ન કરવા અંગેની પણ રજુઆત કરેલ નથી. સરકારશ્રીના મહેપ્સ્યૂલ વિભાગના તા.૧૦-૬-03|| ઠરાવ ક્રમાંક જમન/ 3૯૨003/ ૪૫૪(૨)/અની જોગવાઇ મુજબ પ્રતિ હેક્ટરે ૧000 ઝાડ મુજબ સવાલવાળી જમીનમાં કુલ ૪૮00 ઝાડ હોવા જોઇએ જેની સામે માત્ર ૬૨૫ ઝાડનું વાવેતર કરેલ છે. આમ સવાલવાળી જમીનમાં ૨૫ષ્ટરીતે શરતભંગ થતો હોઈ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૭(૧) હેઠળ પટો કાયમ માટે સમાપ્ત કરી વિના વળતરે બીન બોજે સરકાર ખાલસા કરવાનું કલેકટ૨શ્રીનું તારણ યોગ્ય છે કારણકે વાદગ્રસ્ત જમીન બાબતે અગાઉ અત્રેથી કેન્સ રીમાન્ડ કરાતાં કલેકટરશ્રીએ અત્રેની વિગતવાર સૂચના ધ્યાને લઇને નિર્ણય કરેલ છે. વાગ્રત જમીન 30 વર્ષ ના પટે ફળઝાડ વાવવા માટે આપેલ. આ બાબતે કલેકટરશ્રીએ સર્કલ ઓફીસર ધ્વારા તા.૨૭-૨-૧૩ના રોજ પંચ રોજકામ કરતાં તેમાં ૧૨૫ ઝાડ હતા જયારે સ૨કા૨શ્રીના રિપત્ર મુજબ 4800 ઝાડો હોવા જોઈએ તેની સામે અરજદારે વાવેલ ઝાડોની સંખ્યા ઘણી જુજ છે. રા૨કા૨ી જમીન જે શરતે અને હેતુ માટે ફાળવેલ હોય તે શરતો અને હેતુ માટે જ તેનો ઉપયોગ થાય તેનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. આ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટના LPA NO.2140/2009, SCA NO. 3403 /2013 & 3301/2016 ના ચુકાદા ધ્યાને લેવા પાત્ર છે. અરજદાર પોતે પણ કબુલ કરે છે કે પૂરતી સંખ્યામાં ફળાઉ ઝાડોનું વાવેતર કરેલ નથી અને ઘણો લાંબો સમય થવા છતાં અરજદારે સરકારશ્રીની સૂચનાનું પાલન કરેલ નથી.

સબબ રીવીજન અરજી નામંજુ૨ ક૨ી કલેક્ટરથી,ગીર-સોમનાથના તા.૩/૧૦/૧૬નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.


મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-

  • જમીન મહેસુલ કાયદો ૧૮૭૯ ની કલમ ૭૯(૧)
  • મહેસુલ વિભાગનો તા.૧૦/૦૬/૨003 નો ઠરાવ ક્રમાંક : જમન/૩૨003/૪૫૪(૨)/અ
  • નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા
  • LPA NO.2140/2009 
  • SCA NO.3403/2013 અને 3301/2016,

No comments: