શરતોને આધીન રહેણાંકના હેતુ માટે બીનેખતી આકાર નક્કી કરવા પરવાનગી આપવા બાબત
હુકમ નંબ૨ :- વિવિ/બખપ/૨૮/૮/૨૦૦૯ લીંક વિવિ/બખપ/૨૮/૯/૨૦૦૯, તા. ૨૩/૦૨/૨૦૧૭.
વાદગ્રસ્ત જમીન :- મોજે.જેતપુર તાલુકા.જેતપુરના રેવન્યુ સ.નં. ૧૪૪ પૈકી ૩ ની ૩૯૪૬-૦૦ ચો.મી.જમીન
કેસની ટૂંડી વિગત :-
વાદગ્ર૨ત જમીનને ક્લેકટ૨શ્રીએ વાદગ્ર૨ત હુકમથી શરતોને આધીન રહેણાંકના હેતુ માટે બીનખેતી આકાર નકકી કરવા માટે પરવાનગી આપેલ હતી. વાદગ્રસ્ત જમીનમાં અ૨જદા૨નું હિત હોવાનું જણાવી અરજદારે સદર બીનખેતી હુકમથી નારાજ થઇ અત્રેની કચેરીમાં રીવીઝન અરજી કરેલ હતી. અત્રેથી અરજદારની રીવીઝન અરજી નામંજુર કરેલ છે તથા કલેકટરશ્રીનો હુકમ કાયમ રાખવામાં આવે છે.
* એસ.એસ.આર.ડી. ના તારણનો હુકમ :-
અરજદાર વાદગ્રત જમીનમાં તેઓના હકક હિત બાબતે પુરતા પુરાવા રજુ કરી શકેલ નથી. નામદા૨ ગુજરાત ' હાઈકોર્ટના એસ.સી.એ. નં. ૧૮૧૮૫/૧૧ ઓરલ ઓર્ડર તા. ૧૬-૧૨-૧૧ ના પેરા ૬ (બી) મુજબ The N.A. permission and grant of N.A. permission is an exercise which is purely an administratiive exercise in nature and the party which is purely an administrative exercise in nature and the party who is yet to establish its right cannot be permitted to throw spanner in the development activities. “બિનખેતી હુકમથી જમીનની માલિકી હકકના કોઈ ટાઈટલ બદલાતાં નથી. બિનખેતી હુકમથી જમીનનાં ઉપયોગનો ફકત પ્રકાર બદલાય છે. નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ભાયાભાઈ હાથલીયા વિરૂધ્ધ ૨ટેટ ઓફ ગુજરાત : ૨૦૧૨ (૨) જીએલઆ૨ ૧૭૪૧ મુજબ બિનખેતી મંજુરીની પ્રકીયામાં નામ. સીવીલ કોર્ટમાંથી મનાઇ હુકમ મળેલ ન હોય તેવા સંજોગોમાં માત્ર દાવો પેન્ડીંગ હોય તો તે આધારે બીનખેતી મંજુરીમાં હસ્તક્ષોપ કરવાપાત્ર રહેતો નથી. આમ અરજદારની મુખ્ય રજુઆત ટાઈટલ તથા માલીકી હકક બાબતની છે. વાદગ્રસ્ત મિલક્તનાં ટાઇટલ તથા માલીકી હકકની બાબતો મહેસૂલી કાર્યક્ષેત્રમાં આવતી નથી. વિલ કોર્ટને પહોંચે છે. હેક્ટરથી એ બીનખેતી આકાર નકકી ક૨તા પહેલા જરૂરી ખાતાઓના અભિપ્રાય મેળવી બિનખેતી હુકમ કરેલ છે. આમ ઉપરોકત હકીક્ત ધ્યાને લઈ અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુર કરેલ છે.
- અરજદારશ્રીની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટ૨શ્રીનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકય બાબતો :-
(૧) નામદાર ગુજરાત હાઈકોર્ટના એસ.સી.એ. નં. ૧૮૧૮૧/૧૧ માં થયેલ ઓરલ ઓર્ડર તા. ૧૬-૧૨-૧૧ ધ્યાને લેવા
(૨) નામદા૨ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ભાયાભાઈ હાથલીયા વિરૂધ્ધ સ્ટેટ ઓફ ગુજરાત : ૨૦૧૨ (૨) જીએલઆર ૧૭૪૧
No comments:
Post a Comment